Indigo Flight Emergency Landing : દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું પટનામાં આ કારણે ઇમરજન્સી લેન્ડિગ
વિમાને સવારે 9.11 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. પટના એરપોર્ટના ડિરેક્ટરે આ મામલે સંપૂર્ણ માહિતી આપી હતી.
![Indigo Flight Emergency Landing : દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું પટનામાં આ કારણે ઇમરજન્સી લેન્ડિગ indigo flight to delhi mergency landing after departure patna airport Indigo Flight Emergency Landing : દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું પટનામાં આ કારણે ઇમરજન્સી લેન્ડિગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/04/060cdae1897ae07595acdef696d4c665169113409018881_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Indigo Flight Emergency Landing : પટના એરપોર્ટ પર દિલ્હી જતી ઈન્ડિગો ફ્લાઈટ 6E 2433નું શુક્રવારે (4 ઓગસ્ટ) સવારે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ મામલે સંપૂર્ણ માહિતી આપતાં પટના એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું હતું કે, પટનાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ 6E 2433માં પ્રસ્થાન થયાના ત્રણ મિનિટ બાદ એન્જિનમાં ખામી સર્જાઈ હતી. આ જ કારણ છે કે ફ્લાઈટના કેપ્ટને ઈમરજન્સી લેન્ડિંગની માહિતી આપતાં પરવાનગી માંગી હતી. આ પછી તરત જ ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
એરપોર્ટ કામગીરી સામાન્ય
કહેવાય છે કે, દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટનું સવારે 9.11 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એરપોર્ટ પર તમામ કામગીરી સામાન્ય છે. ઈમરજન્સી લેન્ડિંગની જાણ થતાં જ મુસાફરોમાં થોડી બેચેની જોવા મળી હતી. જો કે, સલામત ઉતરાણ પછી, બધું સામાન્ય થઈ ગયું.
ફ્લાઇટમાં 181 મુસાફરો સવાર હતા
દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટે પટના એરપોર્ટ પરથી સવારે 8.48 કલાકે ઉડાન ભરી હતી. જણાવવામાં આવ્યું કે આ ફ્લાઈટમાં કુલ 181 મુસાફરો હતા. એરપોર્ટના સૂત્રોએ જણાવ્યું હતું કે ત્યાં જે ટેકનિકલ સમસ્યા હતી તે ઉકેલાઈ ગઈ છે. જોકે આ ફ્લાઈટ દિલ્હી નહીં જાય. મુસાફરોને દિલ્હી મોકલવા માટે લખનૌથી ફ્લાઇટ મંગાવવામાં આવી રહી છે. તમામ મુસાફરોને એક જ ફ્લાઇટ દ્વારા દિલ્હી મોકલવામાં આવશે. જો કે એન્જિનમાં સમસ્યા થતાં પ્રવાસીઓ થોડા કલાક લેઇટ દિલ્હી પહોંચશે.
થોડા મહિના પહેલા બાંગ્લાદેશની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ થયું હતું
5 મેના રોજ પટના એરપોર્ટ પર બાંગ્લાદેશની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. લેન્ડિંગ બાદ પણ તમામ મુસાફરો ફ્લાઈટની અંદર જ રહ્યા હતા. આ ફ્લાઈટ બાંગ્લાદેશથી કાઠમંડુ જઈ રહી હતી, પરંતુ એક પેસેન્જરની મેડિકલ પ્રોબ્લેમના કારણે ફ્લાઈટનું પટનામાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)