શોધખોળ કરો

Viral Clip Fact Check: શું સહયોગી પાર્ટીના મેનિફેસ્ટોના વિરોધમાં છે આંધ્રપ્રદેશ બીજેપી પ્રમુખ,જાણો વાયરલ ક્લિપની હકીકત

Fact Check: વાયરલ ફોટોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આંધ્ર પ્રદેશ બીજેપી ચીફ તેના સાથી પક્ષોના મેનિફેસ્ટોને સ્વીકારી રહી નથી અને પોતે જ બીજેપીના મેનિફેસ્ટોને સ્વીકારવાની વાત કરી રહી છે. જ્યારે આ તસવીર ફેક છે.

Viral Clip Fact Check: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે, જેને BBC તેલુગુ રિપોર્ટ તરીકે વર્ણવવામાં આવી રહ્યો છે. આ અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આંધ્ર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વડા ડી પુરુન્દેશ્વરી કાર્યકર્તાઓને તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી) અને જનસેના પાર્ટી (જેએસપી)ના મેનિફેસ્ટોને ન સ્વીકારવા માટે કહી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે, ટીડીપી અને જેએસપી આંધ્રપ્રદેશમાં ભાજપના સહયોગી છે. આ વાયરલ તસવીરમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પુરંદેશ્વરી દેવીએ કાર્યકર્તાઓને માત્ર ભાજપનો રાષ્ટ્રીય ઢંઢેરો સ્વીકારવાનું કહ્યું છે.

 બીબીસી તેલુગુને ટાંકીને વાયરલ થઈ રહેલા લેખના સ્ક્રીનશોટમાં પુરંદેશ્વરી દેવી કહી રહી છે કે, 'ચંદ્રબાબુ અને પવન કલ્યાણના મેનિફેસ્ટોમાં આવા દાવા કરવામાં આવ્યા છે, જે પૂરા થઈ શકે તેમ નથી. આ ચંદ્રબાબુના જૂના ચૂંટણી વચનો છે અને તેઓ લોકોને છેતરીને સત્તામાં આવવા માંગે છે. અમારા કાર્યકરોએ માત્ર રાષ્ટ્રીય સ્તરે જારી કરાયેલા ભાજપના મેનિફેસ્ટોનું પાલન કરવું જોઈએ. ચંદ્રબાબુ નાયડુ ટીડીપીના વડા છે અને પવન કલ્યાણ જેએસપીના અધ્યક્ષ છે. આ બંને પક્ષોએ 30 એપ્રિલે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો. આ વાયરલ તસવીર વિધાનસભા અને લોકસભા ચૂંટણીના થોડા દિવસ પહેલા શેર કરવામાં આવી છે. રાજ્યમાં 13 મેના રોજ ચૂંટણી યોજાવાની છે.

Viral Clip Fact Check: શું સહયોગી પાર્ટીના મેનિફેસ્ટોના વિરોધમાં છે આંધ્રપ્રદેશ બીજેપી પ્રમુખ,જાણો વાયરલ ક્લિપની હકીકત

જોકે, પુરંદેશ્વરીએ આવો કોઈ દાવો કર્યો નથી. વાયરલ થઈ રહેલા BBC તેલુગુ ન્યૂઝના સ્ક્રીનશોટ સાથે છેડછાડ કરવામાં આવી છે.

ફેક ચેકમાં શું નીકળ્યું?

પુરંદેશ્વરીના આ દાવાને લઈને જ્યારે ન્યૂઝ રિપોર્ટ્સની શોધ કરવામાં આવી ત્યારે બીબીસી તેલુગુ ન્યૂઝમાં પણ આવા કોઈ સમાચાર મળ્યા નહોતા. જ્યારે ફેક્ટ ફાઈન્ડિંગ ટીમે વાઈરલ થઈ રહેલી તસવીરને ધ્યાનથી જોયું તો જાણવા મળ્યું કે તેમાં BBC તેલુગુ જેવો જ ટેમ્પલેટ વાપરવામાં આવ્યો છે, છતાં તેમાં ઘણી અસમાનતાઓ હતી. આ નમૂનાનો ઉપયોગ BBC તેલુગુ દ્વારા રાજકારણીના નિવેદનો અને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશે પ્રશ્નો પૂછવા માટે કરવામાં આવે છે, જેથી યુઝર્સ તેમનો અભિપ્રાય આપી શકે. નમૂનાનું નામ 'મીરેમંતારૂ' છે, જેનો અર્થ છે 'તમારે શું કહેવું છે'.

મૂળ બીબીસી તેલુગુ ટેમ્પલેટમાં, મીરેમંતરુ શબ્દ સામાન્ય રીતે ડાબી બાજુએ મૂકવામાં આવે છે. જોકે, વાયરલ તસવીરમાં તે ટેમ્પલેટની વચ્ચે લખેલું છે. વાયરલ તસવીરનો ફોન્ટ પણ બીબીસી તેલુગુ દ્વારા ઉપયોગમાં લેવાતા ફોન્ટથી અલગ છે. બીબીસી તેલુગુનો લોગો પણ વાયરલ ઈમેજની સરખામણીમાં મૂળ નમૂનામાં વધુ બ્રાઇટ હોય છે.

Viral Clip Fact Check: શું સહયોગી પાર્ટીના મેનિફેસ્ટોના વિરોધમાં છે આંધ્રપ્રદેશ બીજેપી પ્રમુખ,જાણો વાયરલ ક્લિપની હકીકત

બીબીસી તેલુગુએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ (અહીં આર્કાઇવ લિંક) પર પણ સ્પષ્ટતા કરી છે કે વાયરલ તસવીર નકલી છે. તેણે લખ્યું, 'આ સમાચાર બીબીસી દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા નથી. આ ફેક ન્યૂઝ છે.

Viral Clip Fact Check: શું સહયોગી પાર્ટીના મેનિફેસ્ટોના વિરોધમાં છે આંધ્રપ્રદેશ બીજેપી પ્રમુખ,જાણો વાયરલ ક્લિપની હકીકત

ટીડીપી અને જેએસપી મેનિફેસ્ટો વચ્ચે શું છે વિવાદ?

એનડીટીવીના અહેવાલ મુજબ, ટીડીપી અને જેએસપી દ્વારા સંયુક્ત રીતે જાહેર કરવામાં આવેલા મેનિફેસ્ટોમાં ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણની તસવીરો છે, પરંતુ ત્રીજા સહયોગી ભાજપ તરફથી કોઈની તસવીર નથી.

ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે ટીડીપી અને જેએસપીએ 30 એપ્રિલે મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો, ત્યારે ભાજપના આંધ્ર પ્રદેશ પ્રભારી સિદ્ધાર્થ નાથ સિંહે ચંદ્રાબાબુ નાયડુ અને પવન કલ્યાણ સાથે મેનિફેસ્ટો ધરાવતો ફોટો પડાવવાનો ઇનકાર કર્યો હતો. આ પછી, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ભાજપ આંધ્ર પ્રદેશમાં તેના સાથી પક્ષોના મેનિફેસ્ટોથી પોતાને દૂર કરી રહ્યું છે. જો કે, સિંધાર્થનાથ સિંહે મીડિયાને કહ્યું, મૂંઝવણમાં ન પડો. TDP-JSP અને BJP ગઠબંધનમાં છે. ટીડીપી અને જેએસપીએ મેનિફેસ્ટો બહાર પાડ્યો છે અને અમે તેને સમર્થન આપવા માટે અહીં છીએ.

આ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, નાયડુએ મીડિયાને કહ્યું છે કે, ભાજપે રાષ્ટ્રીય સ્તરે પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે અને સૂચનો આપ્યા છે, જે રાજ્યના ઢંઢેરામાં ઉમેરવામાં આવ્યા છે. બાદમાં, બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અને આંધ્ર પ્રદેશના કો-ઓર્ડિનેટર અરુણ સિંહે X પર TDP અને JSPનો મેનિફેસ્ટો પોસ્ટ કર્યો. (અહીં આર્કાઇવ જુઓ)

હકીકત તપાસનું પરિણામ શું આવ્યું?

બીબીસી તેલુગુના સમાચાર અહેવાલ સાથે છેડછાડ કરતી વખતે, એવો દાવો કરવામાં આવ્યો છે કે આંધ્ર પ્રદેશ બીજેપીના વડા ડી પુરંદેશ્વરીએ ભાજપના કાર્યકરોને માત્ર રાષ્ટ્રીય સ્તરે પાર્ટી દ્વારા જાહેરમાં આવેલા મેનિફેસ્ટોને સ્વીકારવાનું કહ્યું છે. જોકે, તેણે આવો કોઈ દાવો કર્યો નથી અને વાયરલ થઈ રહેલી તસવીર નકલી છે. આવી સ્થિતિમાં આ દાવાને ફેક ન્યૂઝ તરીકે ઓળખવામાં આવે છે.

Disclaimer: This story was originally published by Logically Facts and republished by ABP Live Hindi as part of the Shakti Collective.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Advertisement

વિડિઓઝ

Gujarat CM Bhupendra Patel : CMએ મંત્રીઓને શું આપી કડક સૂચના? જુઓ અહેવાલ
Gandhinagar terror case: આતંકી ડોક્ટર સૈયદના ઘરેથી મળ્યું ખતરનાક કેમિકલ
Hun To Bolish : હું તો બોલીશ : નવા નોટરીની નિમણૂક
Hun To Bolish : હું તો બોલીશ : 'કિસ્સા ખુરશી કા'
Hun To Bolish : હું તો બોલીશ : આ માફિયાઓને ભણાવો પાઠ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi Red Fort Blast: દિલ્હી બ્લાસ્ટનો સૌથી નજીકનો વીડિયો આવ્યો સામે, CCTVમાં જોવા મળ્યા ભયાનક દ્રશ્યો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Delhi blast: કાશ્મીરનો ડૉક્ટર ઉમર જ નીકળ્યો દિલ્હી બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ, DNA રિપોર્ટથી ખુલાસો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
Gujarat ATS: હૈદરાબાદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, MBBS ડૉક્ટરનું ઘર સીલ, થયો મોટો ખુલાસો
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
પાકિસ્તાનનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફરશે શ્રીલંકાની ટીમ!, ઈસ્લામાબાદમાં હુમલા બાદ ખેલાડીઓમાં ગભરાટ
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
Delhi Blast: આતંકી હુમલો હતો દિલ્હી બ્લાસ્ટ, વધુ એક વ્યક્તિની અટકાયત, જાણો અત્યાર સુધી શું કરાઈ કાર્યવાહી?
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Bihar Exit Poll: એક્ઝિ પોલની વચ્ચે તેજસ્વી યાદવની મોટી 'આગાહી', મહાગઠબંધન કેટલી સીટ જીતશે?
Embed widget