Gujarat Assembly Election 2022: જામનગર ગ્રામ્ય બેઠક પર ઉમેદવાર જાહેર થતા કોગ્રેસમાં ભડકો, લઘુમતી નેતા કાસમભાઇએ આપ્યું રાજીનામું
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે
Gujarat Assembly Election 2022: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે વધુ 33 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. જેમાં વાવ બેઠક પરથી ગેની બેન ઠાકોર, વડગામ બેઠક પરથી જીગ્નેશ મેવાણી, થરાદ બેઠક પરથી ગુલાબસિંહ રાજપુત અને પાટણ બેઠક પરથી કિરીટ પટેલ,રધુ દેસાઇથી રાધનપુર, મોહનસિંહના વેવાઇ સુખરાખનુ જેતપુર (ST), માણસાથી ઠાકોર બાબુસિંહ, કલોલથી બળદેવજી, જામનગર ગ્રામ્ય બેઠક પર કોગ્રેસના ઉમેદવાર તરીકે જીવણભાઇ કુંભારવાડિયાનુ નામ જાહેર કરવામાં આવ્યું છે.
જામનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થતા જ ભડકો થયો છે. આ બેઠક પરથી જીવણભાઈ કુંભારવાડિયાનું નામ જાહેર થતા બેઠક પર પ્રબળ દાવેદાર કાસમભાઈ ખફીને ટિકિટ ન મળતા નારાજ થયા હતા. કોંગ્રેસના લઘુમતી નેતા કાસમભાઈ ખફીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી જ ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. કાસમભાઈ ખફી જામનગર જિલ્લા પંચાયત પૂર્વ વિરોધ પક્ષના નેતા અને નગરસેવક રહી ચૂક્યા છે. આજે તે ઉમેદવારી પત્ર પણ ભરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષના પસંદગી પામેલા સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન, સૌ ઉમેદવારો જંગી બહુમતી જીતી અને પૂર્ણ બહુમતીથી કોંગ્રેસની સરકાર બનાવો તેવી શુભેચ્છાઓ#કોંગ્રેસ_આવે_છે pic.twitter.com/IlJSSsmwNx
— Gujarat Congress (@INCGujarat) November 13, 2022
બોટાદ બેઠક પરથી કોગ્રેસે ઉમેદવાર બદલ્યા
મનહર પટેલની નારાજગી બાદ અંતે કૉંગ્રેસે બોટાદ બેઠકથી ઉમેદવાર બદલ્યા હતા. બોટાદ બેઠક પરથી રમેશ મેરના સ્થાને કૉંગ્રેસે મનહર પટેલને ટિકિટ આપી હતી. ગઈકાલે રમેશ મેરનું નામ જાહેર થતા મનહર પટેલ નારાજ થયા હતા અને અશોક ગહલોત સાથે મુલાકાત કરી હતી અને ટિકિટ વહેચણીને લઈ ફેર વિચારણા કરવા રજૂઆત કરી હતી. પ્રદેશ કૉંગ્રેસે મનહર પટેલને મનાવવા બે ઉપપ્રમુખને જવાબદારી પણ સોંપાઈ હતી. મનહર પટેલને ટિકિટ મળ્યા બાદ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છે
વઢવાણ બેઠક પર ભાજપે બદલ્યા ઉમેદવાર
વઢવાણ વિધાનસભા બેઠક પર ભાજપે ઉમેદવાર બદલતાં બ્રહ્મસમાજ અને જૈન સમાજમાં રોષ ફેલાયો હતો. વઢવાણ બેઠક પર જીજ્ઞાબેન પંડ્યાને ટિકિટ આપ્યા બાદ નવા ઉમેદવાર તરીકે જગદીશભાઈ મકવાણાને ટિકિટ આપતા રોષ ફેલાયો હતો. બ્રહ્મસમાજની વાડી ખાતે બ્રહ્મસમાજ તેમજ જૈન સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી.
ભાજપ દ્વારા જીજ્ઞાબેન પંડ્યાનું નામ જાહેર કર્યા બાદ ઉમેદવાર બદલવામાં આવતા આગામી ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધમાં મતદાન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આગામી દિવસોમાં ભાજપમાંથી હોદેદારોના રાજીનામા પડવાની શક્યતાઓ છે.