શોધખોળ કરો

Death: હાર્ટ એટેકથી વધુ એક મોત, જામનગરનો 37 વર્ષીય યુવાન છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યો

જામનગર જિલ્લાના સિક્કા ગામમાં 37 વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, આ પછી તેને સારવાર અર્થે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો,

Heart Attack Death: રાજ્યમાં હ્રદય રોગના હુમલાથી મૃત્યુનો સિલસિલો યથાવત છે, દરરોજ રાજ્યમાં હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિત હવે અન્યે શહેરોમાંથી પણ હાર્ટ એટેકના મોતના સમાચારો સામે આવી રહ્યાં છે. તાજા અપડેટ પ્રમાણે જામનગરમાંથી વધુ એક મોતના સમાચાર સામે આવ્યા છે. અહીં એક 37 વર્ષીય યુવાન હાર્ટ એટેકથી મોતને ભેટ્યો છે. 

મળતી માહિતી પ્રમાણે, જામનગર જિલ્લાના સિક્કા ગામમાં 37 વર્ષીય યુવાનને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો, આ પછી તેને સારવાર અર્થે હૉસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો, આ 37 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ હતુ. આ ઘટના ગઇ રાત્રે જામનગર જિલ્લના સિક્કા ગામે બની હતી. મૃતક સિક્કા ગામના મારુતિનગરનો રહેવાસી છે, જેનું નામ જયવંતસિંહ વાળા છે. હાર્ટ એટેકથી યુવાનું અચાનક મોત થઇ જતા સમગ્ર ગામ અને પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

'હાર્ટ એટેકથી મૃત્યુ પાછળ આ ખાસ કારણો હોઈ શકે છે'

હવે સવાલ એ થાય છે કે ગરબા રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ કેવી રીતે થઈ શકે? આ પાછળનું મોટું કારણ શું છે? આ બાબતે હેલ્થ એક્સપર્ટ સમીર ભાટી કહે છે કે હાર્ટ એટેક પાછળ ઘણા મોટા કારણો હોઈ શકે છે. તેમણે કહ્યું કે નિદાન હૃદય, મેટાબોલિક સિન્ડ્રોમ સાથે સંબંધિત કોઈપણ કારણ હોઈ શકે છે જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, તણાવ, આહાર વગેરેનો સમાવેશ થાય છે. એક કારણ એ છે કે આપણી નસો પાતળી છે, જેના કારણે પશ્ચિમી લોકો કરતા ભારતીયોને 10 વર્ષ વહેલા હૃદયની સમસ્યા થવાની શક્યતા વધી જાય છે. પ્રદૂષણ અને ધૂમ્રપાન પણ જોખમી પરિબળ બની શકે છે.

 છેવટેડાન્સ કરતી વખતે હાર્ટ એટેકનું જોખમ કેમ વધી રહ્યું છે?

હેલ્થ એક્સપર્ટ ભાટીએ જણાવ્યું હતું કે જ્યારે પણ તમે ડાન્સ કે એક્સરસાઇઝ જેવી કોઈ એક્ટિવિટી કરો છો ત્યારે આપણું હ્રદય વધુ કામ કરે છે. આવી સ્થિતિમાં બ્લડ પ્રેશર વધી જાય છે.

તેમણે જણાવ્યું કે હૃદયના ધબકારા વધે છે અને શરીરને જરૂરી ઓક્સિજન હૃદય સાથે મેળવવો પડે છે… અને આવી સ્થિતિમાં જો આપણા હૃદયની ધમનીમાં એવી કોઈ સમસ્યા હોય કે જેનું નિદાન ન થાય તો તે ફાટી શકે છે. તે જ સમયે, જો કેટલાક લોકો હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ હોય તો તેમને આ શ્રમ થવાની શક્યતાઓ વધુ હોય છે. આની સાથે ડિહાઈડ્રેશન પણ એક મોટું કારણ છે.

'આવી સાવચેતી રાખવી જરૂરી છે'

ડૉક્ટરના મતે, તમારા માટે એ જાણવું જરૂરી છે કે તમારી મર્યાદા શું છે, એટલે કે તમે કેટલો સમય વર્કઆઉટ કરી શકો છો અને તમારા માટે કેટલું જરૂરી છે. આ સાથે જો તમે ચાલતા હોવ, દોડતા હોવ કે કોઈ ડાન્સ એક્ટિવિટી કરી રહ્યા હોવ અને જો તમને ઝડપથી સોજો આવવા લાગે અથવા તમને ડિહાઇડ્રેટેડ લાગવા લાગે તો તમારે આ વિશે પણ ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહારGujarat Winter News: 7 શહેરોમાં નોંધાયુ 17 ડિગ્રી તાપમાન, સૌથી નીચુ તાપમાન નલિયામાંMount Abu: ગુરુ શિખર પર માઈનસ 3 ડિગ્રી તાપમાન, પ્રવાસીઓ ઠુંઠવાઈ ગયા | Weather News

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન અને CEOના મોંઘાદાટ શોખ, ઘરમાં મળી આવી વિદેશી દારૂની બોટલો
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
એક જાન્યુઆરીથી બદલાઇ જશે ટેલિકોમનો આ નિયમ, Jio, Airtel, BSNL, Vi પર પડશે અસર
Embed widget