શોધખોળ કરો
જામનગરમાં માસ્ક ન પહેરનારાઓને હવે ભરવો પડશે આટલો દંડ ? મનપા કમિશનરે બહાર પાડ્યુ જાહેરનામું
જામનગર મનપા કમિશનર દ્વારા માસ્ક પહેરવાને લઈને જાહેરાનામું બહાર પાડવામાં આવ્યું છે.

જામનગર: જામનગર જિલ્લામાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જામનગર મનપા કમિશનર દ્વારા માસ્ક પહેરવાને લઈને જાહેરાનામું બહાર પાડવામાં આવ્યું છે.
જામનગરમાં માસ્ક ન પહેરનારને હવે 500 રૂપિયાનો દંડ ભરવો પડશે. જામનગર મ્યુનિસિપલ કમિશનરે માસ્ક પહેરવાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. જામનગરમાં પ્રથમ વખત માસ્ક પહેર્યા વગર પકડાશો તો 500 રૂપિયા દંડ ભરવો પડશે, જ્યારે બીજી વખત માસ્ક વગર પકડાશો તો 750 રૂપિયા દંડ ભરવો પડશે. શહેરમાં કોરોના સંક્રમણ વધતા જામનગર મનપા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
જામનગર કોર્પોરેશનમાં આજે કોરોના વાયરસના 16 કેસ નોંધાયા છે, જ્યારે જામનગર ગ્રામ્યમાં કુલ 4 કેસ નોંધાયા છે. જામનગર કોર્પોરેશમાં 20 અને ગ્રામ્યમાં કુલ 4 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જામનગનર કોર્પોરેશમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
