જયરાજસિંહ સામે પડકાર ફેંકતો પદ્મિની બાનો વીડિયો વાયરલ, જાણો કોણ છે આ મહિલા અને શું કહ્યું, જુઓ વીડિયો
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે હાલ પદ્મીની બાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ જયરાજ સિંહ સામે પડકાર ફેંકતા જોવા મળે છે. જાણીએ શું છે સમગ્ર મામલો
રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની મહિલા માટે કરેલા વિવાદિત નિવેદનથી સમગ્ર સમાજમાં રોષ છે. વિવાદ અને વિરોધનો વંટોળ થંભવાનું નામ નથી લેતો. આ તમામ વિવાદ વચ્ચે ભાજપે ડેમેજ કંટ્રોલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય જયરાજ સિંહને મેદાને ઉતાર્યા છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરીને મામલે સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ મુદ્દે જ ગોંડલના શેમળામાં બેઠક યોજાઇ હતી. ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપના પૂર્વ ઘારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલા આ બેઠકમાં ઉપસ્થિત હતા અને જયરાજ સિંહે આ મામલાને થાળે પાડવાની કોશિશ કરી હતી. જો કે જયરાજસિંહની આ કોશિશ સામે ક્ષત્રિય સમાજના મહિલા પદ્મીની બાદએ સવાલ ઉઠાવ્યા છે અને રાજકિય રોટલા ન શેકીને સમાજની બહેનોના ન્યાય સામે લડત આપવાનું અનુરોધ કર્યો હતો. જાણો કોણ છે પદ્મિની બાદ અને શું કર્યો વિરોધ
કોણ છે પદ્મિની બા અને શું છે વિરોધ
કરણીસેનાના મહિલા મોરચના અધ્યક્ષા પદ્મિમીની બાએ હવે આ સમગ્ર વિવાદના મામલે ઝંપલાવ્યું છે. તેમણે ન માત્ર પરષોતમ રૂપાલા પણ જયરાજસિંહના ડેમેજ કંટ્રોલના પ્રયાસને પણ વખોડ્યા હતા. આ સમગ્ર મામલે પદ્મિની બાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં તેઓ ક્ષત્રિય સમાજની મહિલાનું અપમાન કરનાર પરષોતમ રૂપાલાને ટિકિટ ન આપવા અને તેમની સામે કાયદાકિય એકશન લેવા માંગ કરી રહ્યાં છે તેમજ જયરાજસિંહને પણ એકલા હાથે ન નિર્ણય ન લેતા સમાજની મહિલાના ન્યાય માટે લડવાનો અનુરોધ કર્યો છે. તેમણે એક વીડિયો દ્રારા જયરાજ સિંહ સામે પડકાર ફેંક્યો છે કે, “જયરાજસિંહ તમે એકલા નિર્ણય ન લઈ શકો,શું રાજકીય લેવલે ગુનો કરવાનો હક છે?જયરાજભાઈ સમાજની બેનો આક્રોશિત છે, રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ક્ષત્રિય સમાજની બેનોને ન્યાય મળવો જોઈએ, કોઇને પણ બેનોનું અપમાન કરવાનો હક નહીઃ”