Khyati Hospital Live Update: બે દર્દીના મૃત્યુ બાદ હોસ્પિટલનો સ્ટાફ રવાના, ડોક્ટર્સ ભૂગર્ભમાં, પરિજનોમાં આક્રોશ
Ahmedabad News: અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે, અહીં સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ 2 દર્દીના મૃત્યુ થતાં પરિવારજનોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે

Background
Ahmedabad News: અમદાવાદના એસજી હાઇવે પર રાજપથ ક્લબની સામે આવેલી ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બેદરકારીના કારણે 2 દર્દીના મોત થયાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યાં છે. સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બંને દર્દીના મૃત્યુ થયા છે.
સમગ્ર ઘટનાની વાત કરીએ તો કડી તાલુકાના બોરીસણા ગામમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેનો લાભ લેવા ગયેલા દર્દીઓને ડોક્ટરે સ્ટેન્ટ મુકાવવાનું સજેસ્ટ કર્યું હતું. આ માટે આ દર્દીઓને અમદાવાદની ખ્ચાતિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે અહીં સારવાર બાદ અને સ્ટેન્ટ મૂકાવ્યા બાદ બે દર્દીઓના મોત થયા છે. સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મહેશભાઈ બારોટ, નાગજીભાઈ સેનમા નામના દર્દીનું મોત થતાં પરિવાજનોએ હોસ્પિટલમાં તોડફોડ કરીને રોષ પ્રગટ કર્યો હતો. બંને દર્દીના સ્ટેન્ટ મૂકાવ્યાં બાદ મોત થતાં હોસ્પિટલની કાર્યશૈલી પર ગંભીર સવાલ ઉઠવા સ્વાભાવિક છે.
પૂર્વ આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ પહોંચ્યા ખ્યાતિ હોસ્પિટલ
પૂર્વ આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલ ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા હતા. મીડિયા સાથે રુબરૂ થતાં આ મામલે નિતીન પટેલે કહ્યું હતું કે, સરકારી યોજનાનો દુરૂપયોગ થયાની શક્યતા છે.19 દર્દીઓ પૈકી કેટલાકને એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરાઇ છે. કેટલીક હોસ્પિટલો ધંધાદારી પ્રવૃતિ કરે છે, એકસાથે દર્દીઓને લવાતા તે શંકા ઉપજાવે તેવી ઘટના છે.
ગઈકાલે 24 દર્દીઓને લઈ જવાયા હતા ખ્યાતિ હોસ્પિટલ
કડી તાલુકા બોરીસણામાં મેડિકલ કેમ્પ હતો. ગઈકાલે 24 દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલ લઇ જવાયા હતા.આરોપ જાણ કર્યા વગર 19 દર્દીઓને સ્ટેન્ટ મુક્યાનો પરિજનોએ આરોપ લગાવ્યો છે. તેમજ દર્દીઓના મોત બાદ તબીબો ગાયબ થયાની વાત પણ સામે આવી છે. બે દર્દીઓના મોત બાદ અમદાવાદ આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ઉત્તર-પશ્ચિમ ઝોનના ડે. હેલ્થ ઓફિસર ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યાં હતા. હોસ્પિટલ સત્તાધીશ અને દર્દીના પરિવારજનો સાથે વાત કરશે.





















