શોધખોળ કરો

મન કી બાત: PM મોદીએ ગ્રૂપ કેપ્ટન વરૂણ સિંહને કર્યાં યાદ કહ્યું, “તેની ચિઠ્ઠી મારા હૃદયને સ્પર્શી ગઇ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, તેમણે કોરોના રોગચાળાથી લઈને વિદ્યાર્થીઓના પડકારો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પણ યાદ કર્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​એટલે કે રવિવારે મન કી બાત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન, તેમણે કોરોના રોગચાળાથી લઈને વિદ્યાર્થીઓના પડકારો વિશે વાત કરી. આ દરમિયાન તેમણે તમિલનાડુ હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા એરફોર્સના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને પણ યાદ કર્યા. પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે વરુણ હોસ્પિટલમાં હતો, તે સમયે મેં સોશિયલ મીડિયા પર કંઈક જોયું, જે મારા હૃદયને સ્પર્શી ગયું. તેમને આ વર્ષે ઓગસ્ટમાં શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ સન્માન પછી, તેમણે તેમની શાળાના આચાર્યને એક પત્ર લખ્યો. તેણે કહ્યું કે, આ પત્ર વાંચીને મારા મનમાં પહેલો વિચાર એ આવ્યો કે, સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ તે મૂળમાં સિંચન કરવાનું ભૂલ્યો નથી. બીજું, જ્યારે તેમની પાસે ઉજવણી કરવાનો સમય હતો, ત્યારે તેઓ આવનારી પેઢીઓ વિશે ચિંતિત હતા.

સામાન્ય બનવું પણ ઠીક છે, પરંતુ તેનો અર્થ એ નથી કે જીવનમાં વસ્તુઓ સમાન હશે. આ પ્રેરણાદાયી પાઠ ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે આપ્યો, જેઓ હવે આ દુનિયામાં નથી.હે લિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ ભારતીય વાયુસેનાના આ બહાદુર અધિકારીના શ્વાસ આખરે 15 ડિસેમ્બરના રોજ થંભી ગયા. તે લગભગ એક અઠવાડિયાથી મોત સામે લડ્યાં પરંતુ, તેમણે જતાં જતાં  એ પાઠ આપવામાં આવ્યો હતો, જે કોઈપણ એવરેજ વિદ્યાર્થીને અસાધારણ બનાવી શકે છે.

વાસ્તવમાં, વરુણ સિંહે શૌર્ય ચક્ર એનાયત થયાના થોડા અઠવાડિયા પછી 18 સપ્ટેમ્બરના રોજ તેમની સ્કૂલ આર્મી પબ્લિક સ્કૂલ, ચંડીમંદિરના પ્રિન્સિપાલને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા ઘણી પ્રેરણાદાયી વાતો લખી હતી. વિદ્યાર્થીઓને લખેલા આ પત્રમાં વરુણ સિંહે કહ્યું હતું કે સામાન્ય બનવામાં કોઈ નુકસાન નથી. બધા વિદ્યાર્થીઓ 90% ગુણ મેળવી શકતા નથી. હા, એ ચોક્કસ છે કે જેઓ આ કરી શકે છે, તેમની પ્રશંસા થવી જોઈએ.

વરુણે પત્રમાં વિદ્યાર્થીઓને આગળ કહ્યું કે, જો તમે એવરેજ  છો તો એવું ન વિચારો કે તમે બસ આ એક જ કામ માટે બન્યાં છો. તમે શાળામાં એવરેજ  તેનો અર્થ એ નથી કે, આપ આપના બાકીના જીવન માટે એવરેજ રહેશો. તમે જે કરવા માંગો છો તે તમારા હૃદયની વાત સાંભળો. તે કલા, સંગીત, સાહિત્ય અથવા ગ્રાફિક ડિઝાઇનમાં કંઈપણ હોઈ શકે છે. તમે જે પણ કરો છો, તે સારી રીતે કરો અને તમારું શ્રેષ્ઠ આપો.

તેણે વિદ્યાર્થીઓને કહ્યું કે, તે પોતે માત્ર એક એવરેજ સ્ટૂડન્ટ જ હતા.  ઘણી મહેનત કરીને તેણે 12માં પ્રથમ વર્ગના માર્ક્સ મેળવ્યા હતા. તેમને ઉડ્ડયન ક્ષેત્ર પસંદ હતું અને આજે એવો સમય આવી ગયો કે તેમને રાષ્ટ્રપતિ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યું છે. વરુણ સિંહે આ પત્ર 18 સપ્ટેમ્બર 2021ના રોજ લખ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bandipora Army Vehicle Accident: જમ્મુ-કશ્મીરના બાંદીપોરામાં સેનાની ગાડી ખીણમાં ખાબકી, 2 જવાન શહીદKheda News : ખેડામાં આચાર્યની નાલાયકીની પરાકાષ્ઠા, ABP Asmitaના સંવાદદાતા પર કર્યો હુમલોHardik Patel : હાર્દિક પટેલનો હુંકાર, 'વિરમગામ જિલ્લો બનશે ને નળકાંઠા તાલુકો, છાતી ઠોકીને કહું છું'Mahisagar Scuffle : લુણાવાડામાં 2 જૂથ વચ્ચે મારામારી, જુઓ શું છે આખો મામલો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
જમ્મુ કાશમીરમાં મોટી દુર્ઘટના! ખીણમાં ખાબક્યો સેનાનો ટ્રક, 2 જવાન શહીદ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
ચીનમાં ફેલાયેલી નવી બીમારી કોરોના કરતાં પણ કેટલી ખતરનાક? જાણો જવાબ
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Cold: ગુજરાતમાં કાતિલ ઠંડી અને માવઠાને લઈ અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી 
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી જાહેર,બીજા પક્ષથી આવેલા આ નેતાને મળી તક
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
રાજ્યમાં ક્યારથી પડશે કડકડતી ઠંડી, હવામાન વિભાગની મોટી આગાહી 
ચીનમાં આંતક મચાવી રહેલો  હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ  વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
ચીનમાં આંતક મચાવી રહેલો હ્યુમન મેટાન્યુમોવાયરસ કોરોના કરતા પણ વધુ ખતરનાક છે? જાણો શિયાળા સાથે શું સંબંધ
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
IN PICS ભારતીય ક્રિકેટર ચહલના લગ્ન જીવનમાં તિરાડ ? ઈન્સ્ટા પર એકબીજાને કર્યા અનફોલો
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
રાજકોટમાં તબીબ યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, પરિવારમાં કલ્પાંત
Embed widget