Mehsana: ભાજપ શાસિત આ નગરપાલિકા સામે લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ, કરોડોના ખર્ચે બની રહેલી દિવાલ કાગળની માફક તૂટવા લાગી
મહેસાણા: ભાજપ શાસિત ઉંઝા નગર પાલિકા વહીવટ સામે સવાલ ઉભા થયા છે. કરોડોના ખર્ચે બની રહેલી સંરક્ષણ દીવાલના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે.
મહેસાણા: ભાજપ શાસિત ઉંઝા નગર પાલિકા વહીવટ સામે સવાલ ઉભા થયા છે. કરોડોના ખર્ચે બની રહેલી સંરક્ષણ દીવાલના કામમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લગાવવામાં આવ્યો છે. નવી બની રહેલી દીવાલ માત્ર હાથથી તૂટતાં વિરોધ પક્ષે કામ બંધ કરાવ્યું છે. ત્યારે આ કામગીરીને લઈને અનેક સવાલો ઉભા થયા છે. કોની રહેમ નજર હેઠળ આ નબળી કામગીરી કરવામાં આવી તેવા સવાલો લોકો કરી રહ્યા છે.
દીવાલના કામ પર સવાલો ઉભા થયા
ભાજપ સાશિત મહેસાણાની ઉંઝા નગરપાલિકા જેના બાધકામના કામમાં ભ્રષ્ટાચારના આરોપ લાગતા ચકચાર મચી છે. ઉંઝા શહેરની મધ્યમાંથી પસાર થતી વરસાદી પાણીના નિકાલની કેનાલની બંને બાજુ અંદાજે પાંચ કરોડના ખર્ચે સંરક્ષણ દિવાલ બનાવવાનું પાલિકાએ કામ શરૂ કર્યું હતું. જો કે પ્રથમ ફેઝનું કામ પુર્ણ કર્યા બાદ બીજા ફેઝનુ કામ સરૂ થતાં આ દીવાલના કામ પર સવાલો ઉભા થયા છે.
દિવાલ હાથથી કાગળની માફક તૂટી રહી છે
નગરપાલિકાના અપક્ષ સદસ્યો અને વીરોધ પક્ષનાં નેતાએ સાથે મળી આ કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવ્યો. નગર પાલિકા પ્રમુખને પત્ર લખી જાણ કરી કે દીવાલનુ કામ ગુણવત્તા વિનાનું થઈ રહ્યું છે. જોકે એબીપી અસ્મિતાની ટીમ પણ અહીં પહોંચી અને કામ બાબતે વિપક્ષ નેતાને પૂછ્યું તો તેમને કૅમેરા સામે દિવાલ તોડી બતાવી. અહીં દિવાલ હાથથી કાગળની માફક તૂટી રહી છે.
નગર પાલિકા મહિલા પ્રમુખ કેમેરા સામે કંઈપણ કહેવા તૈયાર નથી
અપક્ષ સદસ્યોનો દાવો છે કે નગરપાલિકા પ્રમુખ અને બાધકામ વિભાગના અધિકારીની મિલી ભગતથી આવું ખરાબ કામ થાય છે અને નગરપાલિકા કોઈ પગલાં ભરતી નથી. જોકે આ મુદ્દે ખૂદ નગર પાલિકાના ચીફ ઓફિસર કહે છે કે કામ ગુણવત્તા વિનાનું થયું છે અને જેની જાણ અમને થતાં અમે તાત્કાલિક કામ બંધ કરાયુ છે. જો કે સવાલ એ થાય છે કે શું કરોડોના બાધકામ સમયે નગરપાલિકાના બાધકામ વિભાગ અધિકારી કોઈ તપાસ નહિ કરતા હોય. શું આટલી મોટી દિવાલ બનવા છતા કેમ તેની ગુણવત્તાની ચકાસણી ન થઇ. કોના ભરોસે ચાલે છે નગરપાલિકાનું કામ. તો બીજી તરફ નગર પાલિકા મહિલા પ્રમુખ અને અન્યા હોદેદારો કેમેરા સામે કંઈ પણ કહેવા તૈયાર નથી.