Banaskantha : રહસ્યમય સંજોગોમાં બિઝનેસમેનની લાશ મળી આવતાં અનેક તર્ક-વિતર્ક
થરાદ કેનાલમાંથી એક્ટિવ સાથે વેપારીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગોય છે. એક્ટિવા સાથે વેપારીની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વેપારીની હત્યા કે આત્મહત્યા કારણ અકબંધ છે.
થરાદઃ બનાસકાંઠા જિલ્લામાં કેનાલમાંથી લાશો મળવાનો સીલસીલો યથાવત છે. ત્યારે થરાદ કેનાલમાંથી એક્ટિવ સાથે વેપારીની લાશ મળી આવતાં ખળભળાટ મચી ગોય છે. એક્ટિવા સાથે વેપારીની લાશ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. વેપારીની હત્યા કે આત્મહત્યા કારણ અકબંધ છે.
પરિવારે લાશને પી.એમ અર્થે થરાદ રેફરલ ખસેડી છે. સ્થાનિક તરવૈયાઓએ લાશને બહાર કાઢી પોલીસેને જાણ કરી હતી. જોકે, પોલીસ તપાસ પછી જાણવા મળશે કે વેપારીની હત્યા કરવામાં આવી છે કે હત્યા ? તેમજ વેપારીના મોત માટે કયું કારણ જવાબદાર છે, તે તમામ વિગતો પોલીસ તપાસ પછી જ બહાર આવશે.
બીજી તરફ સુરેન્દ્રનગર દુધરેજ નજીક કેનાલ પાસે પાણીના ખાડામાં શિક્ષક સાથે ગયેલ ત્રણ વિદ્યાર્થીઓ ડૂબતા દોડધામ મચી ગઈ છે. ત્રણ વિદ્યાર્થીઓ પૈકી બે વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા જ્યારે એક વિધાર્થીનું ખાડામાં ડૂબી જતાં મોત નિપજ્યું છે. ધો.૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનુ મોત નિપજતાં પરિવારજનો સહીત લોકોમાં શોકની લાગણી ફેલાઇ છે.
ફ્રેન્ડશિપ ડે હોય શિક્ષક સાથે વિદ્યાર્થીઓ કેનાલ પાસે ફોટા તેમજ સેલ્ફી પાડવા ગયા હતા. મરણ જનાર વિધાર્થીનું નામ ઉર્વેશ ઇમરાનખાન પઠાણ છે.
Surat: સિવિલમાં દાખલ HIVગ્રસ્ત યુવકની પત્નિને હોસ્પિટલમાં દાદર નીચે લઈ જઈ વોર્ડ બોયે માણ્યું શરીર સુખ ને પછી........
સુરતઃ સિવિલ હોસ્પિટલમાં એચઆઈવી અને ટીબીની સારવાર માટે દાખલ યુવકની પત્નીને વોર્ડ બોયે લાલચ આપીને શરીરસુખ માણ્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દર્દીની 25 વર્ષીય પત્નીનો ફોન ચોરાતા વોર્ડમાં કામ કરતાં વોર્ડ બોયે ફોન અને રૂપિયા બે હજારની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હતો.
યુવતીને લાલચ આપ્યા પછી શારીરિક સંબંધ બાંધ્યા પછી બીજા દિવસે ફોન અને રૂપિયા આપવાનું જણાવ્યું હતું કે. જોકે, બીજા દિવસથી દેખાવો બંધ થઈ ગયો હતો. જેથી યુવતી મુકાદમ ઓફિસમાં ફરિયાદ કરવા પહોંચી હતી. જોકે, તેને પોલીસ સ્ટેશન જવાનું કહેતા યુવતી સિવિલની પોલીસ ચોકીમાં ગઈ હતી. ત્યાંથી પણ તેને પોલીસ સ્ટેશન જવાનું કહ્યું હતું. જોકે, યુવતી પાસે પૈસા ન હોવાથી પોલીસકર્મીએ તેને રીક્ષા બોલાવી ખટોદરા પોલીસ સ્ટેશન મોંકલી હતી. જો કે, અહીં પણ હજુ બળાત્કાર અંગે કોઈ ફરિયાદ નોંધાઇ નથી.
પીડિતોનો આક્ષેપ છે કે, તેના 5 વર્ષ અગાઉ લગ્ન થયા હતા. જ્યારે પતિને છેલ્લા 4 વર્ષી એચઆઇવી અને ટીબી છે. તેમનો પતિ એક અઠવાડિયાથી સિવિલમાં દાખલ છે. ત્યારે તેનો ફોન ચોરાઇ ગયો હતો. દરમિયાન સિવિલનો એક કર્મચારી 8 દિવસથી તેનો પીછો કરતો હતો. શુક્રવારે રાત્રે તેણે મોબાઇલ અને રૂપિયા આપવાની લાલચ આપી ત્રીજા માળે લઈ જઈ દાદરાની નીચે બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી શનિવારે રૂપિયા આપવાને બદલે ભાગી ગયો હતો.
પીડિતાએ જણાવ્યું હતું કે, તે મુકાદમ ઓફિસમાં ફરિયાદ કરવા ગઈ તો તેને મદદ ન કરી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જણાવ્યું. રવિવારે સવારે પોલીસ સ્ટેશનથી પરત આવ્યા પછી યુવતી પતિને લઈ હોસ્પિટમાંથી રવાના થઈ ગઈ હતી. જોકે, તેને રજા આપી દેવાઇ કે પોતે જ રવાના થઈ ગઈ તેને લઈને રહસ્ય ઘેરાયું છે.