શોધખોળ કરો

મહેસાણામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી, બે ડોઝ લીધા હોવા છતાં કોરોના વેક્સિનના ચાર ડોઝ લીધા હોવાનું મળ્યુ સર્ટિફિકેટ

શિક્ષકે કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હતા છતાં કોરોનાની વેક્સિનના ચાર ડોઝ લીધા હોવાનુ સર્ટિફિકેટ મળ્યુ હતું.

મહેસાણાઃ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના જોટાણાના શિક્ષકે કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હતા છતાં કોરોનાની વેક્સિનના ચાર ડોઝ લીધા હોવાનુ સર્ટિફિકેટ મળ્યુ હતું.

મળતી માહિતી અનુસાર, જોટાણાના ખદલપુરમાં રહેતા મુકુંદ કુમાર કનૈયાલાલ પટેલ  કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. તેમણે જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ મુજબ 5/ 2/ 2021 ના રોજ પ્રથમ વેક્સિન ડૉઝ અને તા. 6/3/ 2021 ના રોજ બીજો ડોઝ લીધો હતો.

કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધાને 9 મહિના જેટલો સમય વિતી ગયો હોવાથી તેમજ સરકારના આદેશ મુજબ કોરોના વેક્સિનનું સર્ટિફિકેટ જોડે રાખવાનું હોવાથી તેમણે તેમનું કોરોના વેક્સિન સર્ટિફિકેટ કાઢતા બે અલગ અલગ તારીખ વાળા સર્ટિફિકેટ મળતાં તેઓ અચંબામાં મુકાયા હતા. જોકે હાલ તો મુકુંદભાઈ પટેલે આરોગ્ય વિભાગમાં આ અંગે લેખિત ફરિયાદ કરી છે.

કોરોનાના કેસમાં સતત વધારો 

રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 11,176  કેસ નોંધાયા છે. બીજી તરફ 4285  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,36,140 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 93.23 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  5 મોત થયા. આજે 3,11,217 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 3673, સુરત કોર્પોરેશનમાં 2690,  વડોદરા   કોર્પોરેશનમાં 950,  રાજકોટ કોર્પોરેશનમાં 440, વલસાડમાં 337, ગાંધીનગર કોર્પોરેશનમાં 319, ભરૂચમાં 308, સુરતમાં 243, ભાવનગર કોર્પોરેશનમાં 198. જામનગર કોર્પોરેશનમાં 170, નવસારીમાં 155, ગાંધીનગરમાં 134, રાજકોટમાં 133, કચ્છમાં 129, મહેસાણામાં 117, આણંદમાં 103, ખેડામાં 101, વડોદરામાં 97, અમદાવાદમાં 81, પાટણમાં 80, મોરબીમાં 78, બનાસકાંઠામાં 75, ગીર સોમનાથમાં 69, જૂનાગઢ કોર્પોરેશનમાં 68, સુરેન્દ્રનગરમાં 56, અમરેલીમાં 52, સાબરકાંઠામાં 51, જામનગરમાં 46, દાહોદમાં 39, ભાવનગરમાં 38, પંચમહાલમાં 29, દેવભૂમિ દ્વારકામાં 28, મહીસાગરમાં 28, નર્મદામાં 19, જૂનાગઢમાં 17, તાપીમાં 10, અરવલ્લીમાં 5, પોરબંદરમાં 5, છોટા ઉદેપુરમાં 3, ડાંગમાં 2 નવા કેસ નોંધાયા છે. ફક્ત બોટાદ જિલ્લામાં જ એક પણ નવો કોરોનાનો કેસ નોંધાયો નથી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર

બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ

કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી

IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
'વોટ ચોરી' સામે કોંગ્રેસનું પ્રદર્શન; રામલીલા મેદાનમાં રાહુલ ગાંધી સહિત અનેક દિગ્ગજો રહેશે હાજર
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
બનાસકાંઠામાં 500થી વધુના ટોળાએ અધિકારીઓ પર કર્યો પથ્થરો અને તીર-કામઠા વડે હુમલો, 47 લોકો ગંભીર રીતે ઘાયલ
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
કોલકાતામાં ફ્લોપ તો હૈદરાબાદમાં સુપરહિટ રહ્યો મેસીનો શો, CM સાથે રમ્યો ફૂટબોલ, રાહુલ ગાંધીને આપી જર્સી
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
IND vs SA 3rd T20: શું આજે ધર્મશાલામાં વરસાદ બનશે વિલન? જાણો પીચ રિપોર્ટ અને હવામાનની સ્થિતિ
Wagon R થી લઈ Tata Punch સુધી, આ છે 10 લાખથી ઓછી કિંમતમાં મળતી માઈલેજ કાર, જુઓ લીસ્ટ

આયુષ્માન કાર્ડમાં 5 લાખ સુધીની લિમિટ, વર્ષમાં કેટલી વાર કરાવી શકો છો સારવાર? જાણો તમામ માહિતી

વિષ્ણુના 10 અવતારનું કારણ ધર્મની રક્ષા કે કોઈ શ્રાપ? જાણો તેની પાછળનું ચોંકાવનારું રહસ્ય

Aaj Nu Rashifal: મેષથી લઈને મીન સુધી કેવો રહેશે આજનો દિવસ? વાંચો 14 ડિસેમ્બરનું રાશિફળ

Embed widget