(Source: ECI/ABP News/ABP Majha)
ચૂંટણી પહેલા મહેસાણા વિસ્તારમાં નવાજૂનીના એંધાણ, 30થી વધુ ગામના લોકો થયા એકઠા
મહેસાણા: લાઘણજને નવો તાલુકો જાહેર કરવાની માગ સાથે 30થી વધુ ગામોના સરપંચો અને સ્થાનિક આગેવાનોએ સભા યોજી હતી. સાલડી ગામ ખાતે યોજાઇ સભા યોજાઈ હતી. અમે તૈયાર છીએના બેનર નીચે સભા યોજાઈ હતી.
મહેસાણા: લાઘણજને નવો તાલુકો જાહેર કરવાની માગ સાથે 30થી વધુ ગામોના સરપંચો અને સ્થાનિક આગેવાનોએ સભા યોજી હતી. સાલડી ગામ ખાતે યોજાઇ સભા યોજાઈ હતી. અમે તૈયાર છીએના બેનર નીચે સભા યોજાઈ હતી. લાઘણજને નવો તાલુકો જાહેર કરવાની માગ સાથે સભા યોજાઈ હતી. 30 જેટલા ગામના લોકોએ લાઘણજને તાલુકો જાહેર કરવા સંમતી દર્શાવી હતી. કડી, કલોલ અને મહેસાણા તાલુકાના કેટલાક ગામો મળી નવો તાલુકો બનનાવા માગ ઉઠી છે.
પ્રોફેસર પતિના ત્રાસથી પત્નીનુ થયું મોત, પત્નીને એક રૂમમાં ગોંધી રાખી ખાવાનું પણ આપતો નહોતો
ભાવનગરઃ ભાવનગરમાં પતિના ત્રાસથી પત્નીનું મોત થયાનો આરોપ લાગ્યો છે. મળતી જાણકારી અનુસાર, ભાવનગરના તળાજાના પ્રોફેસર પતિ દેવજી મારુના ત્રાસના કારણે પત્નીનું મોત થયાના આરોપ લાગ્યા છે. જિલ્લાના તળાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, પ્રોફેસર પતિ દેવજી મારુ પોતાની પત્નીને લાંબા સમયથી ઘરમાં ગોંધી રાખી જમવાનું આપતા નહોતા. જેના કારણે તેમની પત્નીની તબિયત ખરાબ થતા મહુવાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
એટલું જ નહીં, મહુવા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રહેલી પત્નીને વધારે સારવાર માટે અમદાવાદ લઇ જવાનું બહાનું આપી પ્રોફેસર પતિ પત્નીને હોસ્પિટલમાંથી લઇ ગયો હતો અને ઠળિયા ગામમાં આવેલા એક મકાનમાં ગોંધી રાખી હતી. આ ઘટનાની જાણકારી પ્રોફેસરના પાડોશીએ મહિલાના પરિવારને કરતા તેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મહિલાનું મોત નિપજ્યુ હતું. હાલ આ કેસમાં પોલીસે મહિલાના ભાઈની ફરિયાદના આધારે પ્રોફેસર પતિ દેવજી મારુ અને અન્ય એક વ્યક્તિ વિરુદ્ઘ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પાટણ: દીકરાના લગ્નના દિવસે જ માતાનું નિધન થતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો
પાટણ: રાધનપુરના જાવંત્રી ગામમાં કરુણ ઘટના સામે આવી છે. દીકરાની જાનની તૈયારી ચાલતી હતી ત્યારે માતાનું મોત થતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો. લગ્ન મંડપમાં લાગેલા પંખાનો મહિલાને વીજ કરંટ લાગતા સારવાર મળે તે પહેલાં મોત નિપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ મહિલાના પતિનું પહેલા જ નિધન થયું છે. દીકરા-દીકરીના સહારે વિધવા મહિલાએ જિંદગી વિતાવી હતી. જ્યારે ઘરમાં સુખનો સુરજ ઉગવાનો હતો ત્યારે જ કાળ ભરખી ગયો. દીકરાના લગ્ન સમયે જ માતાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. મહિલાની લાશને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.