શોધખોળ કરો
Advertisement
ગુજરાતની જાણીતી સિંગરને કોણે માર્યો લાફો? સિંગરે શું નોંધાવી પોલીસ ફરિયાદ?
ગુજરાતની જાણીતી સિંગર ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના ભાઈની ખબર પૂછવા માટે તેના ઘરે પહોંચી હતી તે દરમિયાન અચાનક ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબાખાનના વિરોધીએ દોડી આવ્યા હતા
મહેસાણાઃ ‘મળ્યા માના આશિર્વાદ’ ફેમ ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા પર હુમલો થયો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે. હુમલાની આ ઘટના મહેસાણાના મોઢેરામાં બની હતી. પારિવારિક ઝઘડામાં મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ હુમલાની ઘટના પોલીસ સ્ટેશને પહોંચી છે.
સિંગર કાજલ મહેરિયાએ મોઢેરા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. કાજલ મહેરિયાએ પોતાના પર હુમલો થયો હોવાની મીડિયા અને પોલીસને આપી માહિતી આપી હતી. જોકે સમગ્ર મમાલે ખુદ કાજલ મેહેરિયાનો ગાળાગાળી અને ધમકી આપતો વિડિયો સામે આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે બે લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના ભાઈની ખબર પૂછવા માટે તેના ઘરે પહોંચી હતી તે દરમિયાન અચાનક ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબાખાનના વિરોધીએ દોડી આવ્યા હતા અને અપશબ્દ બોલીને કાજલ મહેરિયા પર લાફો ઝીંકીને હુમલો કર્યો હતો. આ સાથે કાજલને માર પણ મારવામાં આવ્યો હતો.
મહેસાણાના મોઢેરામાં સિંગર કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર બાબાખાનના ભાઈની ખબર પૂછવા માટે તેના ઘરે પહોંચી હતી ત્યારે અચાનક ઈવેન્ટ ઓર્ગેનાઈઝરના વિરોધીઓ દોડી આવ્યા હતાં અને ત્યાં અચાનક કાજલ મહેરિયાને લાફો ઝિંકી દીધો હતો.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગોઠવા ગામમાં 21 નવેમ્બર 1992ના રોજ કાજલ મહેરિયાનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ નગીનભાઈ છે તેઓ એક ખેડૂત છે. કાજલ મહેરિયા નવા સોંગ હોય લોકગીત ભજન હોય કે લગ્ન ગીતો હોય કે પછી હોય રાસ ગરબા અને ગીતો ગાવામાં ચાર ચાંદ લગાવી દે છે. કાજલ સોશિયલ મીડિયામાં પણ બહુ જ એક્ટિવ રહે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement