શોધખોળ કરો

Har Ghar Tiranga : અચાનક ગાય દોડતી આવી અને ટોળામાં ઘુસી ગઈઃ નીતિન પટેલ

પૂર્વ નાયબ મુખ્યયમંત્રી નીતિન પટેલને પગમાં ઇજા થઈ છે. આ અંગે આજે તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે કડીમાં ભાજપની તિરંગાયાત્રા હતી. શહેરના 70 ટકા વિસ્તારમાં રેલી ફરી હતી.

અમદાવાદઃ પૂર્વ નાયબ મુખ્યયમંત્રી નીતિન પટેલને પગમાં ઇજા થઈ છે. આ અંગે આજે તેમણે વાત કરતાં જણાવ્યું હતું કે, આજે કડીમાં ભાજપની તિરંગાયાત્રા હતી. શહેરના 70 ટકા વિસ્તારમાં રેલી ફરી હતી. અચાનક ગાય દોડતી આવી અને ટોળામાં ઘુસી ગઈ. દોડાદોડમાં ઘસારો મારા પર આવ્યો અને હું પડી ગયો. મારા સિવાય પણ ચાર પાંચ લોકો પડી ગયા. આજુ બાજુના કાર્યકરોએ અને પોલીસે મને ઘેરી લીધો અને ગાયને બાજુમાં કાઢી. 

તેમણે કહ્યું કે, ઉભા થયા બાદ મને પગે ઉભા ન થતું હોવાની સમસ્યા લાગી. એક્સ રે કરાવ્યો તેમાં ઢીંચણના ક્રેક દેખાઈ છે. સીટી સ્કેન કરાવતા 20 દિવસનો આરામ કરવા કહેવાયું છે. રાજ્યમાં રખડતા ઢોરનો પ્રશ્ન ચિંતિત છે. આજની યાત્રામાં ગાય ક્યાંથી આવી તે ખ્યાલ નથી. હાલના તબક્કે ગૌચરનો અને રખડતા ઢોરનો પ્રશ્ન ઉચિત નથી.

તિરંગા યાત્રા સમયે પૂર્વ નાયબ મુખ્યમંત્રીને રખડતા ઢોરે અડફેટે લીધા છે. કરણપુર શાક માર્કેટ પાસે નિતિન પટેલને રખડતા ઢોરે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી છે. હાલમાં ભાજપ નેતા નીતિન પટેલને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને ગાયે અડફેટે લીધા હતા. કડીમાં તિરંગા રેલી દરમ્યાન આ ઘટના બની હતી. જેમાં નીતિન પટેલને ઢીંચણના ભાગે ઇજા પહોંચી છે. જે બાદ તેમને સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓ અમદાવાદ તેમના નિવાસસ્થાને આવવા રવાના થયા છે.

બાઈક સામે અચાનક આવી ગયો આખલો
કચ્છ: અંજારમાં સતાપર રોડ પર બાઈક પર જઈ રહેલા પિતા-પુત્ર આખલા સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. સતાપર રોડ પર પેટ્રોલપંપ પાસે અચાનક આખલો આવી જતા આ અકસ્માત સર્જાયો હતો. બનાવમાં પુત્રને સામાન્ય ઈજાઓ થઇ હતી જયારે પિતાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. રખડતા ઢોરોને પકડવા માટે સ્થાનિકો દ્વારા અનેક રજુઆતો કરવામાં આવી છે પંરતુ તંત્ર ઘોર નિંદ્રામાં સુતું હોય તેમ લાગી રહ્યું છે. તંત્રની બેદરકારીને કારણે રાજ્યમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. રખડતા ઢોર દ્વારા અવારનવાર સામાન્ય લોકો પર હુમલો કરવામાં આવે છે. જે અંગે અનેક રજુઆતો કરવામાં આવી હોવા છતા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી.

રાજ્યમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં આજે ફરી મેઘમહેર થઈ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં મન મૂકીને મેઘરાજા વરસ્યા છે. હવામાન વિભાગે  આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ વરસશે. ગુજરાતમાં  15 અને 16 ઓગસ્ટના ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે.   નજર કરીએ ક્યાં દિવસે કયા જિલ્લામાં વરસશે ધોધમાર વરસાદ તો 15 ઓગસ્ટના બનાસકાંઠા, સાબરકાંઠા અને વલસાડમાં વરસાદની શક્યતા છે.  16 ઓગસ્ટે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી અને વલસાડમાં ધોધમાર વરસાદ વરસી શકે છે.  હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ડિપ્રેશન હોવાથી દરિયો તોફાની રહેશે.  આથી માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.   ગુજરાતના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. મહેસાણા જિલ્લામાં ફરી મેઘમહેર થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  સાર્વત્રિક ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. શહેરમાં થોડા જ વરસાદે પ્રશાસનની પ્રિમોન્સૂનની પોલ ખોલી છે.  મહેસાણાનો મુખ્ય પ્રવેશ દ્વાર ગોપીનાળુ વરસાદી પાણીથી ભરાઈ જતા બંધ કરાયું છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget