શોધખોળ કરો
Advertisement
Banaskantha : યુવતીને અન્ય યુવક સાથે બંધાયા સંબંધ, પતિને ખબર પડી જતાં શું કર્યું?
ધાનેરા તાલુકાના શેરા ગામે સોમવારે મોડી સાંજે રૂણી ગામ તરફ જતા રસ્તામાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ધાનેરા પોલીસે તપાસ કરતાં યુવક કોટડા(રવિયા) ગામનો અણદાભાઇ સવસીભાઇ પટેલ (ઉં.વ.26) હોવાનું સામે આવ્યું હતું.
ધાનેરાઃ બનાસકાંઠા જિલ્લાના શેરામાં સોમવારે રાત્રે ગામના યુવકની હત્યા કરી લાશ રોડ પર ફેંકી દેવામાં આવી હતી. આ હત્યા કેસ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાંખ્યો છે. હત્યા બીજા કોઈએ નહીં, પરંતુ પત્નીના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પ્રેમીને જેલ હવાલે કરી દીધો છે.
મળતી વિગતો પ્રમાણે, ધાનેરા તાલુકાના શેરા ગામે સોમવારે મોડી સાંજે રૂણી ગામ તરફ જતા રસ્તામાં યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ધાનેરા પોલીસે તપાસ કરતાં યુવક કોટડા(રવિયા) ગામનો અણદાભાઇ સવસીભાઇ પટેલ (ઉં.વ.26) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતાં મૃતક યુવકની પત્નીનું પ્રેમપ્રકરણ સામે આવ્યું હતું.
આ દિશામાં તપાસ કરતાં આરોપી પત્નીનો પ્રેમી જ નીકળ્યો હતો. પોલીસે પત્નીના પ્રેમી રોશનખાન ઇસ્માઇલ ખાન સિંધીની રાજસ્થાનથી ધરપકડ કરી પૂછપરછ કરતાં તેણે જ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. બાઇક પર લઈ જઈ શેરા ગામે ચાકુના ઘા મારી હત્યા કરી નાંખી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement