શોધખોળ કરો

Mehsana: કુદરતી હાજતે જતી યુવતીની છેડતી, બાદમાં ચાર શખ્સો યુવતી પર હૂમલો કરીને નાસી છૂટ્યા

મહેસાણા જિલ્લા, અહીં એક યુવતીની છેડતીની ઘટના સામે છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના વિસનગરમાં આ ઘટના ઘટી હતી

Mehsana: મહેસાણા જિલ્લામાંથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહીં એક યુવતીની છેડતીની ઘટના સામે છે. મળતી માહિતી પ્રમાણે, મહેસાણા જિલ્લાના વિસનગરમાં આ ઘટના ઘટી હતી, અહીં વિસનગરના બાકરપુર ગામે ગઇ મોડી રાત્રે યુવતી કુદરતી હાજતે જવા નીકળી હતી, તે દરમિયાન ચાર જેટલા શખ્સોએ યુવતીની પહેલા છેડતી કરી હતી, યુવતીએ છેડતીનો વિરોધ કરીને બૂમાબૂમ કરી તો ચારેય શખ્સોએ ભેગા મળીને યુવતી પર હુમલો કરી દીધો હતો, અને માર માર્યો હતો. આ ઘટનાને લઇને યુવતીએ વિસનગર તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આઇપીસી 354 મુજબ આ ચાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

ખેતમજૂરની દીકરી પર દુષ્કર્મ, પિતા મજૂરીએ ગયા ત્યારે નરાધમે 7 વર્ષની બાળકીને પીંખી નાંખી

તાજેતરમાં જ જામનગરમાંથી ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. અહીં એક મજૂરીયાતની દીકરી પર એક શખ્સે એકલતાનો લાભ લઇને દુષ્કર્મ આચર્યુ છે, જોકે પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે, જામનગર જિલ્લાના જોડિયા ગામની આ દુષ્કર્મની ઘટના છે, અહીં જોડિયા ગામમાં એક સાત વર્ષ ખેત મજૂરની દીકરી પર દુષ્કર્મ આચરાયુ છે. ખરેખરમાં, બન્યુ એવું છે કે, જોડિયા ગામમાં રહેતા ખેત મજૂર પરિવાર જ્યારે મજૂરી કરવા ગયો, ખેતીકામ કરતા પિતા ખેતી કામ માટે ખેતરમાં ગયા હતા, તે સમયે 25 વર્ષીય શખ્સે ખેત મજૂરની સાત વર્ષની દીકરી પર નજર બગાડી હતી, અને તેનો એકલતાનો લાભ લઇને તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, આ આરોપીનું નામ અશ્વિન ગોહિલ છે. જોકે, બાદમાં આ સમગ્ર મામલા પ્રકાશમાં આવતા જોડિયા ગામમાં ખળભળાટ મચી ગયો હતો, અને બાદમાં પોલીસે દુષ્કર્મ આચરનાર આરોપી અશ્વિન ગોહિલની ધરપકડ કરી લીધી હતી. 

70 વર્ષીય ફુઓ ચાર વર્ષની ભત્રીજીને રાત્રે અંધારામાં લઇ જઇને આચરતો હતો દુષ્કર્મ

અરવલ્લીમાં એક ધૃણાસ્પદ પોલીસને દોડતી કરી દીધી છે. હાલમાં જ ઘટના ઘટી છે જેમાં 4 વર્ષના ભત્રીજીને પોતાના જ ફુઆએ દુષ્કર્મનો ભોગ બનાવી છે, ઘટના બન્યા બાદ પોલીસે આરોપી ફુઆને ઝડપી પાડ્યો છે અને આગળની પૉક્સો હેઠળ કાર્યવાહી શરૂક કરી છે. મળતી માહિતી પ્રમાણે, અરવલ્લી જિલ્લામાંથી ચાર વર્ષની ભત્રીજી સાથે દુષ્કર્મની એક ધૃણાસ્પદ ઘટના ઘટી છે. જિલ્લાના બાયડના સાઠંબા ગામમાં ગઇ રાત્રે એક 70 વર્ષીય ફુઆએ પોતાની ચાર વર્ષની ભત્રીજી સાથે અડપલાં કર્યા બાદ દુષ્કર્મ અને અભદ્ર કૃત્ય કરી રહ્યો હતો, તે સમયે એક રાહદારીએ આ સમગ્ર ઘટના જોઇ લીધી હતી. બાદમાં લોકોએ ભેગા થઇને વૃદ્ધ ફુઆને મેથીપાક ચખાડ્યો હતો, વૃદ્ધને માર માર્યા બાદ પોલીસને હવાલે કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બાયડના સાઠંબા પોલીસ પોલીસે 70 વર્ષીય વૃદ્ધ ફુઆ વિરુદ્ધ 4 વર્ષના બાળકી સાથે દુષ્કર્મ કરવાના મામલે દુષ્કર્મ અને પૉસ્કો અંતર્ગત ફરિયાદ નોંધી હતી, જોકે, પીડિત ચાર વર્ષીય ભત્રીજીને હિંમતનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Embed widget