Mehsana News: મોઢેરા સૂર્યમંદિરમાં યોજાયો સૂર્યનમસ્કાર કાર્યક્રમ, બન્યો વિશ્વ રેકોર્ડ
Mehsana News: મહેસાણાના મોઢેરામાં રાજ્યકક્ષાનો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો.
Mehsana News: મહેસાણાના મોઢેરામાં રાજ્યકક્ષાનો સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાથી વિજેતા થયેલા 6 શ્રેષ્ઠ સ્પર્ધકોને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં સૌથી વધુ સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરવાનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે સામૂહિક સૂર્ય નમસ્કારનો વિશ્વ રેકોર્ડ નોંધાયો હતો. 15 લાખથી વધુ યુવાને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી છે. રાજ્ય કક્ષાના 108 આઇકોનીક સ્થળ પૈકી 51 સ્થળ પર આજે સૂર્ય નમસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. અને 51 સ્થળો પર યોજાયેલો આ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં નોંધાયો હતો.
Live: મોઢેરા સૂર્યમંદિર ખાતે સામૂહિક સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં ઉપસ્થિતિ. https://t.co/B5YcFBWr4I
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 1, 2024
કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે PMએ યોગ દિવસને ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. PM સ્વદેશ હિતની સાથે સમગ્ર વિશ્વનો વિચાર કરે છે. રાજ્યના 15 લાખ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. સૂર્ય નમસ્કારના વિજેતા ઉમેદવારોને અભિનંદન. બદલાતા યુગમાં સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી છે.આરોગ્યપ્રદ જીવન શૈલી માટે યોગ ઉત્તમ છે. PMના માર્ગદર્શનમાં સરકારે યોગ યુનિવર્સિટીની શરૂઆત કરી છે. વિકસિત ભારત માટે સ્વસ્થ,તંદુરસ્ત સમાજ અનિવાર્ય છે.
કાર્યક્રમને સંબોધતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આજે આઠ સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આજે એક વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. સૂર્ય નમસ્કાર દેશ અને દુનિયા માટે નવી દિશા છે. ગુજરાતના 18 હજાર ગ્રામીણ વિસ્તારમાં સૂર્ય નમસ્કાર કાર્યકમ થયાં છે. 15 લાખથી વધુ યુવાને સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં નોંધણી કરાવી હતી. આજે ગુજરાતના ખૂણે ખૂણેથી વિધાર્થીઓ આવ્યા છે. 2024નો આજે પ્રથમ દિવસ છે ત્યારે આ પ્રથમ દિવસના સૂર્યના પ્રથમ કિરણથી એક નવો વિક્રમ નોંધાવવા જઈ રહ્યો છે. સુરતમાં યોગમાં આપણે વિશ્વ રેકોર્ડ નોંધાવ્યો હતો તો ત્યારે આજે ફરી વિશ્વ રેકોર્ડ નોંધાશે. આપનો દેશ અને આપણું ગુજરાત અલગ છે. દુનિયા 2024ના નવા વર્ષેની પાર્ટી માણે ત્યારે આપણા યુવાનો રોગ ભગાવવા યોગ કરે છે. નવા વર્ષેમાં દેશના યુવાનો એક સંકલ્પ લે કે આપને યોગ કરીશું અને સૂર્ય નમસ્કાર રોજ કરીશું.