શોધખોળ કરો
ઉત્તર ગુજરાતનું આ શહેર બન્યું કોરોના હોટસ્પોટ, આજે કેટલા નોંધાયા કેસ? જાણો વિગત
કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર કોરોના હોટસ્પોટ બની ગયો છે.
મોડાસાઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે ઉત્તર ગુજરાતની મુશ્કેલી પણ વધી રહી છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર કોરોના હોટસ્પોટ બની ગયો છે. આજે પણ મોડાસામાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે. શહેરના સાબલીયા એસ્ટેટ, આયેશા કરીમ સોસાયટી અને આરાધના એપાર્ટમેન્ટમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં કોરોનાના કેસો હવે 200 નજીક પહોંચી ગયા છે.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની ચિંતા પણ વધી રહી છે. ગઈ કાલે એટલે કે 19મી જૂને જિલ્લામાં કોરોનાના વધુ ૫ કેસ નોંધાયા છે, જેમાંથી ચાર કેસ તો મોડાસાના હતા. ગઈ કાલે મોડાસાના ચૌહાણ વાળા , કસ્બા મસ્જિદ, સમસ સોસાયટી અને પ્રેમનગર સોસાયટીમાં કોરોનાના કેસ નોંધાયા હતા. પાંચમો કેસ પહાડપુરમાં ૪૬ વર્ષના પુરુષનો હતો.
ગત 18મી જૂને અરવલ્લી જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાના 9 કેસો નોંધાયા હતા. જેમાંથી 4 કેસ મોડાસાના હતા. આમ, અરવલ્લીમાં કુલ 186 કોરોના કેસ નોંધાયા છે. તેમજ જિલ્લમાં 14 દર્દીઓના મરણ થયા છે, જ્યારે 126 દર્દીઓ સાજા થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
દુનિયા
Advertisement