શોધખોળ કરો
પાટણ જિલ્લા માટે રાહતના સમાચાર, એક સાથે પાંચ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત
આજે પાટણ જિલ્લામાં એક સાથે 5 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોવીડ જનતા હોસ્પિટલમાંથી 5ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
![પાટણ જિલ્લા માટે રાહતના સમાચાર, એક સાથે પાંચ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત More 5 persons free from covid-19 in Patan પાટણ જિલ્લા માટે રાહતના સમાચાર, એક સાથે પાંચ દર્દીઓએ આપી કોરોનાને મ્હાત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/05/26210822/Patan-discharge.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે પાટણ જિલ્લાથી રાહતના સમાચાર સામે આવ્યા છે. આજે પાટણ જિલ્લામાં એક સાથે 5 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આજે કોવીડ જનતા હોસ્પિટલમાંથી 5ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં 11 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 43 દર્દીઓએ કોરોના સામે જંગ જીત્યો છે. તેમજ હવે કુલ 22 દર્દીઓ સારવાર હેઠળ છે. કુલ 70 કેસ નોંધાયા હતા, જેમાંથી અત્યાર સુધીમાં કુલ 5 લોકોના મોત થયા છે.
આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓ
- પાટણ તાલુકાના રૂની ગામના 1 દર્દીને રજા
- પાટણની ગીતાંજલી સોસાયટીના 1 દર્દીને રજા
- સમીના રાધનપુરી દરવાજાના 1 દર્દીને રજા
- ચાણસ્માની ગુરુકુલ સોસાયટીના 1 દર્દીને રજા
- શંખેશ્વરના રણોદ ગામના 1 દર્દીને રજા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)