શોધખોળ કરો
Advertisement
ઉત્તર ગુજરાતના આ જિલ્લામાં લોકડાઉનમાં છૂટછાટના બદલે લદાયાં નવાં નિયંત્રણો, જાણે શું અપાયો આદેશ ?
પાટણ સરસ્વતી સિદ્ધપુર સમી અને શંખેશ્વર તાલુકાના કેટલાક વિસ્તારોમાં વધારાના પ્રતિબંધ લગાવાયા છે.
પાટણઃ પાટણ જિલ્લામાં કેટલાક કન્ટેઈન્મેન્ટ વિસ્તારોમાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા વધારાના પ્રતિબંધ ફરમાવાયા છે. પાટણ સરસ્વતી સિદ્ધપુર સમી અને શંખેશ્વર તાલુકાના કેટલાક વિસ્તારોમાં વધારાના પ્રતિબંધ લગાવાયા છે. જાહેર કરેલા કન્ટેઇન્મેન્ટ ઝોન વિસ્તારોમાં મેડિકલ ઇમરજન્સી અને આવશ્યકચીજ વસ્તુઓ / સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય કોઈપણ વ્યક્તિઓએ જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ લાદી દેવાયો છે.
પાટણ શહેરના ગીતાંજલી છાપરા GIDC બાજુમાં, મોટો પનાગર વાડો, કાળીબજાર રોડ, રાજકાવાડા ચોકથી ફતેહ મસ્જિદ સુધી, ખમારની ખડકી, પાટણ ગ્રામ્ય તાલુકાના ભદ્રાડા ગામનો સમગ્ર વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. સરસ્વતી તાલુકાના સાગોળીયા ગામનો સમગ્ર વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. સિદ્ધપુર તાલુકાનો નિદ્રોડા ગામનો સમગ્ર વિસ્તાર કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર થયો છે. સમી તાલુકાના નાનીચંદુર ગામનો સમગ્ર વિસ્તાર કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરાયો છે. શંખેશ્વર તાલુકાના પાડલા ગામ અને શંખેશ્વર ગામનો સમગ્ર વિસ્તારમાં કન્ટેઇન્મેન્ટ ઝોન ફરી જાહેર કર્યો છે. આ તમામ કન્ટેઇન્મેન્ટ ઝોનમાં આ નવા પ્રતિબંધ લગાવાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
સમાચાર
અમદાવાદ
દુનિયા
Advertisement