Heat Wave Forecast: રાજ્યમાં હિટવેવની આગાહી, આ જિલ્લામાં અપાયું ઓરેંજ એલર્ટ, ક્યારે મળશે ગરમીથી રાહત?
હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે હજુ 2 દિવસ આકરા તાપમાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
Heat Wave Forecast:રાજ્યભરમાં હાલ તાપમાનનો પારો 43ને પાર જતાં આકરા તાપનો અનુભવ થઇ રહ્યો છે. હાલ આકાશમાંથી અગનવર્ષા વરસી રહી છે. હવામાન વિભાગે હજુ પણ આગામી 2 દિવસ હિટ વેવની આગાહી કરી છે. ગરમીને લઇને હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અમદાવાદ,ગાંધીનગરમાં ઓરેન્જ અપાયું છે. પંચમહાલ,વડોદરા, સુરતમાં પણ ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં પણ કાળઝાળ ગરમીના કારણે લોકો ત્રાહિમામ છે. હવામાન વિભાગે સુરેન્દ્રનગર, જૂનાગઢ, મોરબીમાં ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. ભાવનગર, બોટાદ, કચ્છમાં પણ ગરમીને લઇને ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. જો કે આ બધાની વચ્ચે રાહતના સમાચાર છે એ છે કે, હવામાન વિભાગે બે દિવસ બાદ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડાનો અનુમાન વ્યક્ત કર્યો છે.
ભીષણ ગરમી વચ્ચે તબાહી મચાવવા આવી રહ્યું છે વાવાઝોડું રેમલ