શોધખોળ કરો

Accident: તમિલનાડુમાં સબરીમાલા મંદિરથી પરત ફરી રહેલ કાર ખીણમાં ખાબકી, 8ના મોત; બે ઘાયલ

તમિલનાડુના થેની જિલ્લામાં એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે. એક કાર બેકાબૂ થઈને ઊંડી ખાડીમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. થેનીના કલેક્ટર કે.વી. મુરલીધરને અકસ્માતની જાણકારી આપી છે.

Accident:તમિલનાડુના થેની જિલ્લામાં એક મોટો રોડ અકસ્માત સર્જાયો છે.  એક કાર બેકાબૂ થઈને ઊંડી ખાડીમાં પડી હતી. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. થેનીના કલેક્ટર કે.વી. મુરલીધરને અકસ્માતની જાણકારી આપી છે.

સબરીમાલા મંદિરથી ભક્તો પરત ફરી રહ્યા હતા

કલેક્ટરે જણાવ્યું કે દુર્ઘટના કુમુલી ટેકરી પર થઈ હતી. તમામ ભક્તો સબરીમાલા મંદિરથી પરત ફરી રહ્યા હતા. ત્યારે જ તેમની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા આઠ શ્રદ્ધાળુઓના મોત થયા છે. આ સિવાય બે લોકો ઘાયલ પણ થયા છે. તેમણે જણાવ્યું કે અકસ્માત એટલો ગંભીર હતો કે સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.

મૃતકોમાં એક સગીર પણ પણ સામેલ

જણાવવામાં આવી રહ્યું છે કે પહાડી રોડના વળાંક પર ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવી દીધો, જેના કારણે આ અકસ્માત થયો. અધિકારીએ જણાવ્યું કે મૃતકોમાં એક સગીર  પણ સામેલ છે. તમામ લોકો જિલ્લાના આંદીપટ્ટીના રહેવાસી હતા

Big Breaking: સિક્કીમમાં મોટી દુર્ઘટના, સેનાનો ટ્રક ખાઈમાં ખાબકતા 16 જવાન શહીદ

Army Truck Accident:ઉત્તર સિક્કિમમાં સેનાની ટ્રકને અકસ્માત નડ્યો છે. જેમાં 16 જવાનો શહીદ થયા છે. આ અકસ્માતમાં ચાર જવાન ઘાયલ પણ થયા છે. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું કે 23 ડિસેમ્બર, 2022ના રોજ ઉત્તર સિક્કિમના જેમામાં આર્મીની ટ્રક અકસ્માતનો ભોગ બની હતી. આ દુઃખદ માર્ગ અકસ્માતમાં ભારતીય સેનાના 16 જવાનોએ જીવ ગુમાવ્યા છે.

સૈન્યએ જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત વાહન ત્રણ વાહનોના કાફલાનો એક ભાગ હતો, જે સવારે ચતનથી થંગુ તરફ આગળ વધ્યો હતું. જેમા જવાના માર્ગ પર, વાહન એક  વળાંક પર સ્લીપ થઈ ગયું હતું. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ચાર ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ, આ અકસ્માતમાં ત્રણ જુનિયર કમિશન્ડ ઓફિસર અને 13 સૈનિકોએ જીવ ગુમાવ્યો. દુઃખની આ ઘડીમાં ભારતીય સેના શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.

કોવિડના વધતા જોખમ વચ્ચે સરકારે આપી માસ્ક પહેરવાની સલાહ

દુનિયામાં અચાનક વધતા કોરોનાના કેસોને જોતા ભારતમાં પણ ઘણા પ્રકારની તૈયારીઓ શરુ થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આને લઈને રિવ્યૂ મિટિંગ કરી છે. ત્યાર બાદ બધા રાજ્યો તથા દેશના લોકોને જરૂરી સાવધાની રાખવાની સલાહ પણ આપી .પરંતુ આ બધા વચ્ચે માસ્ક પહેરવાને લઈને ઘણું જ અસમંજસ જોવા મળ્યું છે. સરકારની તરફથી માસ્ક વિશે શું કહેવામાં આવ્યું છે, તેને ફરજીયાત કર્યું છે ક નહીં આ વાતને લઈને ખુબ ચર્ચાઓ થઇ રહી છે. તો અમે તમારું આ અસમંજસ દુર કરી દઈએ. 

માસ્કને લઈને શું છે હાલના નિયમ?

કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ બધા જ અધિકારીઓ તથા કોરોના એક્સપર્ટ કમિટીના લોકો સાથે મળીને એક રિવ્યૂ મિટિંગ કરી. આ મિટિંગની પછી સરકારની તરફથી એક ગાઈડલાઈ બહાર પાડવામાં આવી, જેમાં માસ્ક પહેરવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ એવી અફવાઓઉડી કે સરકારે માસ્ક પહેરવાનું ફરજીયાત કરી નાખ્યું છે. જોકે હજુ સુધી એવું થયું નથી. સરકારે ફક્ત સલાહ આપી છે કે સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરો અને સોશિયલ સામાજિક અંતરનું પાલન કરો. એટલે કે માસ્કને લઈને હજુ સુધી કોઈ નિયમ કે દંડ નક્કી નથી કરવામાં આવ્યો. પરંતુ તેનો અર્થએ નથી કે આપણે બેપરવાહ થઈને ભીડભાડ વાળી જગ્યાએ વગર માસ્કમાં ફરીએ.

શું બોલ્યા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા

આરોગ્ય મનસુખા માંડવિયાએ તમામ અધિકારીઓને બેઠકમાં સજગ રહેવાની દેખરેખ રાખવા માટેના નિર્દેશ આપ્યા. બેઠક બાદ તેમણે Tweet કર્યું કે, “અમુક દેશોમાં કોવિડ-19માં વધારાને લઈને આજે નિષ્ણાતો તથા અધિકારીઓ સાથે બેઠક કરી કોવિડ હજુ સમાપ્ત નથી થયું. મેં બધા જ સંબંધિત લોકોને સજાગ રહેવા અને દેખરેખ રાખવા માટે કહ્યું છે. અમે કોઈ પણ સ્થિતિ માટે તૈયાર છીએ."

આ બેઠક પછી ડૉ.વીકે પોલએ કહ્યુંકે ફક્ત 27-28% ભારતીયોએ જ કોવિડ - 19ની રસીની બુસ્ટર ડોઝ લીધો છે. તેમણે કહ્યું કે લોકોને રસી લઇ લેવી જોઈએ આ સાથે જ ભીડ વાળી જગ્યાઓ પર માસ્ક પહેરવું જોઈએ. આ સાથે જ તેમણે લોકોને અપીલ કરતા કહ્યું કે તેમણે ડરવાની જરૂર નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Multibagger Stocks: 2024ના સૌથી મોટા મલ્ટિબેગર સ્ટોક્સ,એક શેરે તો 6 મહિનામાં 35 હજારને કરી દીધા 3300 કરોડ
Embed widget