![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે આ લોકો માટે RT PCR ટેસ્ટ ફરજિયાત, જાણો શું ઘડાયા નવા નિયમ
કોરોનાના નવા વેરિયન્ટના કારણે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 9 દેશોમાંથી આવતા લોકો માટે RT PCR સહિતના કેટલાક નિયમો ફરી ફરજિયાત કરાયા છે.
![કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે આ લોકો માટે RT PCR ટેસ્ટ ફરજિયાત, જાણો શું ઘડાયા નવા નિયમ Owing to Corona's new variant Omicron gujtat govrment makes RT PCR test mandatory for nine country tourist, find out what the new rules are કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કારણે આ લોકો માટે RT PCR ટેસ્ટ ફરજિયાત, જાણો શું ઘડાયા નવા નિયમ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/28/a813f07dad7d2b09c7d903f9d8f6e7df_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કોરોનાના નવા વેરિયન્ટના કારણે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 9 દેશોમાંથી આવતા લોકો માટે RT PCR સહિતના કેટલાક નિયમો ફરી ફરજિયાત કરાયા છે.મ્યૂટંટ વાઈરસને ફેલાતો રોકવા રાજ્ય સરકાર સતર્ક બની છે, કોરોનાનું સંક્રમણ રોકવા માટે રાજ્ય સરકારે 9 જોખમી દેશ દક્ષિણ આફ્રિકા, બ્રિટન, બાંગલાદેશ, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વેના પ્રવાસીઓ માટે કેટલાક નિયમો બનાવ્યાં છે. જાણીએ આ 9 દેશોમાંથી આવતા લોકો માટે શું નિયમો ઘડાયા.
કોરોનાના નવા વેરિયન્ટ રોકવા માટે સરકાર સતર્ક બની છે. હવે 9 જોખમી દેશ દક્ષિણ આફ્રિકા, બ્રિટન, બાંગલાદેશ, ચીન, મોરેશિયસ, ન્યૂઝીલેન્ડ અને ઝિમ્બાબ્વેના પ્રવાસીઓને ગુજરાતમાં પ્રવેશ કરતાં પહેલા RT PCR ટેસ્ટ કરાવવો પડશે. આ નવ દેશોમાંથી આવતા લોકો માટે રાજ્ય સરકારે RT PCR ટેસ્ટ ફરજિયાત કર્યો છે. ઉપરાંત આ 9 દેશોમાંથી આવતા પ્રવાસીઓએ 14 દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન રહેવું પડશે. કોરોનાના નવા વેરિયન્ટને લઇને અગમચેતીના ભાગરૂપે રાજ્ય સરકારે કેટલાક નિર્ણયો લીધા છે.
ઉલ્લેખનિય છે કે, દક્ષિણ આફ્રિકાના બે નાગરિકો શનિવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોવિડ -19 પોઝિટિવ મળી આવતા હડકંપ મચી ગયો હતો. આ મુસાફરોમાં ઘાતક વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટ હોવાની આશંકા સેવાઇ રહી હતી.
શ્રીનિવાસે કહ્યું કે અત્યાર સુધીમાં 584 જેટલા લોકો 10 વધારે જોખમ ધરાવતા દેશોમાંથી બેંગલુરુ આવ્યા છે અને અત્યાર સુધીમાં 94 જેટલા લોકો એકલા દક્ષિણ આફ્રિકામાંથી આવ્યા છે. તેમણે બેંગલુરુ એરપોર્ટની પણ મુલાકાત લીધી હતી આંતરરાષ્ટ્રીય મુસાફરોના ટેસ્ટ કરવા અંગે અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવતી સુરક્ષા અને સાવચેતીના પગલાંનું નિરીક્ષણ કર્યું હતું.
ઓમિક્રોન ક્યાંથી ફેલાયો
દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા કોરોનાના નવા વેરિઅન્ટ મુદ્દે વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ આ વેરિઅન્ટને ઓમિક્રોન નામ આપ્યું છે. ઓમિક્રોન વેરીઅન્ટ મુદ્દે ભારતમાં પણ મોદી સરકાર એકશન મોડમાં આવી ગઈ છે અને દેશભરમાં એલર્ટ આપ્યું છે.
દુનિયાના વૈજ્ઞાાનિકોએ આ વેરિન્ટનું મૂળ શોધવાનો પ્રયાસ હાથ ધર્યો છે. લંડન સ્થિત યુસીએલ જેનેટિક્સ ઈન્સ્ટિટયૂટના એક વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું કે કોરોનાનો આ વેરિઅન્ટ પહેલી વખત ક્યાંથી આવ્યો તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થઈ નથી. પરંતુ સંભવતઃ આ વેરિઅન્ટ એચઆઈવી/એઈડ્સના દર્દીમાં ઈમ્યૂનો કમ્પ્રોમાઈઝ્ડ વ્યક્તિથી ફેલાયો હશે. આફ્રિકાના દેશોમાં આ વેરિઅન્ટના કેટલાક કેસ નોંધાયા છે. જોકે, આ સંદર્ભમાં હજુ વધુ સંશોધનની જરૂર છે.
નવા સ્ટ્રેનની ઓળખ કરનારા દેશ દક્ષિણ આફ્રિકાએ શનિવારે ફરિયાદ કરી હતી કે, એમીક્રોન સ્ટ્રેનની ઓળખ કરવાની તેમને સજા આપવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકાએ જ્યારથી આ વાયરસના નવા સ્ટ્રેન અંગે જાહેરાત કરી છે ત્યારથી અનેક દેશોએ ત્યાંથી આવતાં મુસાફરો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત સરકારે પણ આ સ્ટ્રેનના સંક્રમણથી બચવાની સતર્કતા અપનાવીને 12 દેશોથી આવતાં મુસાફરોનું એરપોર્ટ પર કોરોના ટેસ્ટિંગ ફરજિયાત કર્યુ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)