શોધખોળ કરો
પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવી રહેલા આતંકવાદ સામે મુકાબલો કરશે ભારત-અફગાનિસ્તાન

નવી દિલ્લીઃ ભારત અને અફઘાનિસ્તાને પાકિસ્તાન દ્વારા તેના દેશમાં ફેલાવવામાં આવી રહેલા આતંકવાદ સામે મળીને સામનો કરવાનો નિર્ણય લીધો છે. નવી દિલ્લી આવેલા અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી સાથે ચર્ચા બાદ સંયુક્ત રણનીતિ પર સહમતિ બની હતી. બંને નેતાઓએ આતંકવાદના સુરક્ષા આપનાર તેના પ્રયોજકો, અને તેના ઠેકાણાને નેસ્તોનાબૂદ કરવાનું આહવાન કર્યું હતું. આને પાકિસ્તાનને એક સંદેશના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. બંને નેતાઓ વચ્ચે થયેલી બેઠકમાં સુરક્ષા અને રક્ષા સહયોગ મજબૂત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સંયુક્ત નિવેદનમાં રાજનીતિ ઉદેશ્યો માટે આતંકવાદ અને હિંસાને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.
વધુ વાંચો





















