શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

આગામી ત્રણ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ.
  • 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, રાજ્યમાં ભારે વરસાદની શક્યતા.
  • 15 જિલ્લામાં યલો એલર્ટ, લોકોને સાવચેત રહેવા અપીલ.

અમદાવાદ: હવામાન વિભાગ (IMD) દ્વારા બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી માટે નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ હવામાન વિભઆગે રાજ્યના 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં આગામી ત્રણ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત દમણ અને દાદરા અને નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, નદીઓ અને ખાડીઓના જળસ્તરમાં વધારો તેમજ સ્થાનિક પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યના 13 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે. આ વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને તેજ પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

15 જિલ્લામાં યલો એલર્ટ જાહેર

પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના ઝાપટાં પડી શકે છે.

આ પણ વાંચો- Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

પ્રશાસન અને લોકોને સાવચેત રહેવાની અપીલ

હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-ખાડીના કિનારાથી દૂર રહેવા અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી પસાર ન થવાની સલાહ આપી છે. જિલ્લા પ્રશાસન અને સ્થાનિક તંત્રને પણ સંવેદનશીલ વિસ્તારોમાં સતત નજર રાખવા તેમજ જરૂરી હોય ત્યાં તાત્કાલિક બચાવ કામગીરી માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ છે. આવી સ્થિતિમાં આગામી ત્રણ કલાકનું નાઉકાસ્ટ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગે લોકોને માત્ર સત્તાવાર સૂચનાઓ પર વિશ્વાસ રાખવા અને સમયાંતરે જાહેર થતા અપડેટ પર નજર રાખવાની અપીલ કરી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, એક સપ્તાહના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget