શોધખોળ કરો

Shocking: ફ્લાઇટના ટોઇલેટમાં 100 મિનિટ સુધી શું કરતો હતો પેસેન્જર, મચી ગઇ હડકંપ, કારણ જાણી આપ પણ ચૌંકી જશો

સ્પાઇસ જેટની મુંબઇથી બેંગાલુરૂ જતી ફલાઇટસમાં એક પ્રવાસી 100 મિનિટ સુધી ફસાઇને રહ્યો. કારણ જાણીને આપ ચોંકી જશો. થોડો સમય માટે ફ્લાઇટમાં હડકંપ મચી ગઇ. જાણો શું છે મામલો

Shocking:શું તમે ક્યારેય ફ્લાઈટના ટોઈલેટમાં ફસાઈ ગયા છો, જો નહીં તો તમે નસીબદાર છો. કારણ કે જે વ્યક્તિ મુંબઈ-બેંગલુરુ ફ્લાઈટના ટોઈલેટમાં 100 મિનિટ સુધી ફસાઈ ગઈ હતી તે જ જાણે છે કે તેને શું લાગ્યું હશે. મંગળવારે, એક વ્યક્તિ મુંબઈથી બેંગલુરુ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટના ટોઈલેટમાં ફસાઈ ગઈ હતી કારણ કે ટોઈલેટનો દરવાજો જામ થઈ ગયો હતો. ઘણી જહેમત બાદ કોઈક રીતે દરવાજો ખોલવામાં આવ્યો અને બહાર આવતા પેસેન્જરે રાહતનો શ્વાસ લીધો.                  

સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ઘટના બની હતી

સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-268માં આ ઘટના સામે આવી છે. પ્લેન સોમવારે રાત્રે લગભગ 10.55 વાગ્યે મુંબઈ માટે ઉડાન ભરવાનું હતું પરંતુ તે મોડું થયું અને મંગળવારે લગભગ 2 વાગ્યે તે ઉપડી શક્યું. રિપોર્ટ્સ અનુસાર, ફ્લાઈટની સીટ નંબર 14D પર બેઠેલા પેસેન્જર ટેકઓફ કર્યા બાદ તરત જ ટોઈલેટમાં ગયા હતા. કમનસીબે, દરવાજો ક્ષતિગ્રસ્ત હોવાથી તે શૌચાલયની અંદર ફસાઈ ગયો. આખી ફ્લાઇટ દરમિયાન તે અંદર ફસાયેલો રહ્યો. જ્યારે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફને આ અંગેની માહિતી મળી તો તેઓ પેસેન્જરની મદદ કરવા દોડી ગયા હતા. અગાઉ કેબિન ક્રૂ મેમ્બરોએ પણ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી.

ઘણા પ્રયત્નો પછી પણ જ્યારે ટોયલેટનો દરવાજો ન ખૂલ્યો ત્યારે એર હોસ્ટેસે પરિસ્થિતિની ગંભીરતા સમજીને પેસેન્જરને કાગળ પર મેસેજ લખીને અંદર મૂકી દીધો. તેને કહેવામાં આવ્યું કે દરવાજો ખોલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, તમે શાંત રહો અને કોઈ હિલચાલ ન કરો કારણ કે ફ્લાઈટ ઉડાન કરી ચૂકી હતી. મુસાફરને કોમોડનું ઢાંકણું બંધ કરીને આરામથી બેસવાનું કહેવામાં આવ્યું. પ્લેન લેન્ડ થયા બાદ ટેક્નિશિયનને બોલાવીને દરવાજો ખોલવામાં આવશે. આ પછી, યાત્રી આખી મુસાફરી દરમિયાન કમોડ પર બેઠો રહ્યો.

ફ્લાઈટ 1 કલાક 42 મિનિટ પછી લેન્ડ થઈ

ટેકઓફ બાદ મંગળવારે સવારે 3.42 કલાકે ફ્લાઈટ લેન્ડ બે કલાકની મહેનત બાદ દરવાજો ખોલી શકાયો હતો. આ દરમિયાન મુસાફરને ક્લોસ્ટ્રોફોબિયા અને ચિંતાનો સામનો કરવો પડ્યો હતો. ઘટના બાદ ઘાયલ મુસાફરને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો .

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત
Embed widget