Ram Mandir: 500 વર્ષની પ્રતિક્ષાનો અંત, પૂજા વિધિ દરમિયાન PM મોદી થયા ભાવુક : "દિવ્ય ઘટનાનું સાક્ષી બનવું મારૂ પરમ સૌભાગ્ય"
આજનો દિવસ ભારતના ઇતિહાસમાં અંકિત થઇ ગયો, પીએમ મોદીના હસ્તે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ સંપન્ન થઇ. 500 વર્ષના લાંબી પ્રતિક્ષા બાદ આ સપનુ સાકાર થતાં પીએ મોદી ભાવુક થયા હતા.
Ram Mandir: ભારતના ઈતિહાસમાં 22 જાન્યુઆરી 2024નો આજનો દિવસ અંકિત થઇ ગયો. આજે અયોધ્યામાં રામલલાની પ્રતિમાના અભિષેક સાથે ઈતિહાસ સર્જાયો છે. આ ઐતિહાસિક કાર્યના સાક્ષી બનવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધન્યતા અનુભવી, ક્રિમ ભારતીય પરિધાનમાં જ્યારે હાથમાં છત્ર લઇને પીએમ મોદી રામ દરબારમાં પહોંચ્યા ત્યારે 500 વર્ષ પૂર્વે જોયેલું સપનું સાકાર થતાં જોઇને દરેક દેશવાસીની આંખમાં આંસ આવી ગયા. આ ક્ષણ દરેક દેશવાસી માટે ભાવુક કરનાર હતી. આ અવસરે પીએમ મોદી પણ ભાવુક થયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાથમાં રામ લલાની શૃંગારની વસ્તુઓ લઇને રામ મંદિર પહોંચ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક સહિતની પૂજા વિધિ પૂર્ણ થઇ અને બાદ મંગળ આરતી કરી હતી. આ અલૌકિક ક્ષણે પીએમ મોદી ભાવુક થઇ ગયા હતા.
#WATCH | Prime Minister Narendra Modi at the Pran Pratishtha ceremony of the Shri Ram Janmaboomi Temple in Ayodhya#RamMandirAyodhya pic.twitter.com/1XzG8kAQxT
— ANI (@ANI) January 22, 2024
પીએમ મોદી ભાવુક થઈ ગયા
આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા હતા. આ ખાસ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, અયોધ્યા ધામમાં શ્રીરામ લલાના પ્રાણ પ્રતિષ્ઠાની અલૌકિક ક્ષણ દરેકને ભાવુક કરી દેશે. આ દિવ્ય કાર્યક્રમનું સાક્ષી બનવું મારૂં સૌભાગ્ય છે.
अयोध्या धाम में श्री राम लला की प्राण-प्रतिष्ठा का अलौकिक क्षण हर किसी को भाव-विभोर करने वाला है। इस दिव्य कार्यक्रम का हिस्सा बनना मेरा परम सौभाग्य है। जय सियाराम! https://t.co/GAuJXuB63A
— Narendra Modi (@narendramodi) January 22, 2024