PM Modi Speech Live: દેશ મણિપુરની સાથે, ત્યાં શાંતિનો સુરજ નીકળશે, રાહુલ ગાંધીના વાર પર Pm મોદીનો જવાબ
PM Modi Speech: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. વિપક્ષ મણિપુરના મુદ્દાને લઈને આ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે.
LIVE

Background
કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે,કોંગ્રેસે તો પૂર્વોત્તરનો વિશ્વાસ તોડ્યો છે
PM Modi Speech Live: કોંગ્રેસ પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસનો ઈતિહાસ દેશને તોડવાનો રહ્યો છે. કોંગ્રેસે મિઝોરમમાં એરફોર્સ પર હુમલો કરાવ્યો, અકાલ તખ્ત પર પણ હુમલો કર્યો. આ હુમલો ઈન્દિરા ગાંધીના શાસન દરમિયાન કરવામાં આવ્યો હતો. કોંગ્રેસે પૂર્વોત્તરનો વિશ્વાસ તોડ્યો છે.
તેઓ ભારત માતાના મૃત્યુની વાત કરે છે - PM Modi
પીએમ મોદીએ કહ્યું કે અમે સાથે મળીને મણિપુર પર ઉકેલ શોધીશું. તેણે કહ્યું કે કેટલાક લોકોને શું થયું છે. જે ભારત માતાના મૃત્યુની વાત કરે છે. આ એ જ લોકો છે જે લોકશાહીની હત્યા કરવાની વાત કરે છે. વિપક્ષ ભારત માતાની હત્યાની વાત કેવી રીતે કરી શકે, જ્યારે તેઓએ જ ભારત માતાના ત્રણ ટુકડા કર્યા હતા.
PM Modi Speech Live: વિપક્ષના વોકઆઉટ પર PMએ સાધ્યું નિશાને
વિપક્ષી સાંસદોના વોકઆઉટ પર પીએમ મોદીએ કહ્યું કે આ લોકોનું કામ છે. શપથ લો અને ભાગી જાઓ. જૂઠું બોલો અને ભાગી જાઓ. વિપક્ષ પાસે સાંભળવાની ધીરજ નથી.
PM Modi Speech Live: વિપક્ષના સાંસદોએ વોકઆઉટ કર્યું
પીએમ મોદીના ભાષણ વચ્ચે વિપક્ષી સાંસદોએ વોકઆઉટ કર્યું હતું. વિપક્ષ મણિપુરને લઈને સતત સૂત્રોચ્ચાર કરી રહ્યો હતો.
હું બહુ લાંબા સમયથી રાહુલ ગાંધીની મનોસ્થિતિ જાણુ છું- PM મોદી
તેમની દુકાન લૂંટની દુકાન છે – પીએમ
પીએમએ કહ્યું કે, તેઓ પ્રેમની દુકાનની વાત કરે છે. તેમની દુકાન લૂંટની દુકાન છે. ભ્રષ્ટાચારની દુકાન. તુષ્ટિકરણની રાજનીતિની દુકાન છે. ગઈકાલે અહીં (લોકસભામાં) દિલથી વાત કરવાની વાત પણ થઈ હતી. હું લાંબા સમયથી તેમના (રાહુલ ગાંધી)ના મનની સ્થિતિ જાણું છું. હવે તેના દિલની પણ ખબર પડી ગઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
