શોધખોળ કરો

'ભેંસ, બળદની કતલ થઈ શકે, તો ગાયની કેમ નહીં?' કર્ણાટકના મંત્રીના નિવેદન પર છેડ્યો વિવાદ, જાણો સમગ્ર વિગત

કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે પોતાના નિવેદનથી વિવાદ સર્જ્યો છે. તેમણે કહ્યું, ગાયોની કતલ કેમ ન થઈ શકે?

Animal Husbandry Minister of Karnataka: કર્ણાટકના પશુપાલન પ્રધાન ટી. વેંકટેશે શનિવારે એવું કહીને વિવાદ સર્જ્યો હતો કે જો ભેંસ અને બળદની કતલ થઈ શકે છે તો ગાયની કતલ કેમ ન થઈ શકે. મૈસુરમાં પત્રકારો સાથે વાત કરતા વેંકટેશે કહ્યું કે પરામર્શ બાદ કર્ણાટક એનિમલ સ્લોટર પ્રિવેન્શન એન્ડ એનિમલ પ્રોટેક્શન એક્ટને પાછો ખેંચવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.

'ભેંસ, બળદની કતલ થઈ શકે, તો ગાયની કેમ નહીં?

વેંકટેશે કહ્યું કે, ખેડૂતોને મદદ કરવા માટે નિર્ણય લેવામાં આવશે. આ બાબતે એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, તેઓ તેમના ઘરે ત્રણથી ચાર ગાયોની સંભાળ રાખે છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં જ્યારે એક ગાયનું મૃત્યુ થયું હતું, ત્યારે અમારે તેના અંતિમ સંસ્કાર કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મૃતદેહ લેવા માટે 25 લોકો આવ્યા હતા પરંતુ તે શક્ય બન્યું ન હતું. બાદમાં જેસીબી લાવી મૃતદેહને ઉપાડવામાં આવ્યો હતો.

ગૌશાળાઓના સંચાલન માટે ભંડોળનો અભાવ - ટી. વેંકટેશ

વેંકટેશે એ પણ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ગૌશાળાઓના સંચાલન માટે ભંડોળની અછત છે. આ દરમિયાન હિંદુ કાર્યકર્તાઓએ મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની નિંદા કરી છે અને જો રાજ્ય સરકાર ગૌહત્યા પરનો કાયદો પાછો ખેંચી લેશે તો પરિણામની ચેતવણી આપી છે. અગાઉની ભાજપ સરકારે ગૌહત્યા પર પ્રતિબંધ અને અપરાધીઓને કડક સજાની જોગવાઈ કરતું બિલ પસાર કર્યું હતું.

ભાજપે વર્ષ 2021માં આ કાયદો લાગુ કર્યો હતો

કર્ણાટક ગૌહત્યા નિવારણ અને સંરક્ષણ કાયદો 2021માં તત્કાલીન ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો સ્પષ્ટપણે પશુઓની કતલ પર પ્રતિબંધ મૂકે છે. બીમાર અને 13 વર્ષથી વધુ ઉંમરની ભેંસોની કતલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. તે દરમિયાન રાજ્યમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસે ભાજપ સરકારના આ પગલાનો જોરદાર વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો: હવે મેડિકલ સ્ટોર પર નહી મળે ખાંસી, તાવ અને શરીરના દુખાવા માટેની આ 14 દવાઓ, સરકારે તેના પર મૂક્યો પ્રતિબંધ

Cold and Cough Medicines: સરકારે 14 FDC દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે જેમાં નાઇમસુલાઇડ અને પેરાસિટામોલ ગોળીઓ અને ક્લોફેનિરામાઇન મેલેટ અને કોડીન સિરપનો સમાવેશ થાય છે. તે કહે છે કે આ દવાઓનું કોઈ તબીબી સમર્થન નથી અને તે લોકો માટે "જોખમ" લાવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે 'ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન' (FDC) ધરાવતી આ દવાઓ પર પ્રતિબંધ મૂકવાની સૂચના જારી કરી હતી.

હવે મેડિકલ સ્ટોર પર નહી મળે ખાંસી, તાવ અને શરીરના દુખાવા માટેની આ દવાઓ 

પ્રતિબંધિત દવાઓમાં સામાન્ય ચેપ, ઉધરસ અને તાવની સારવાર માટે વપરાતી સંયોજન દવાઓનો સમાવેશ થાય છે. આમાં નાઇમસુલાઇડ અને પેરાસીટામોલ ગોળીઓ, ક્લોરફેનિરામાઇન મેલેટ + કોડીન સીરપ, ફોલકોડીન + પ્રોમેથાઝીન, એમોક્સિસિલિન + બ્રોમહેક્સિન + ડેક્સ્ટ્રોમેથોર્ફાન + એમોનિયમ ક્લોરાઇડ + મેન્થોલ, પેરાસિટામોલ + બ્રોમહેક્સિન + સેલ્બ્યુફેનિરામાઇન + સેલ્બ્યુલિન + ગોળીઓનો સમાવેશ થાય છે

નિષ્ણાત સમિતિની ભલામણોને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. નિષ્ણાત સમિતિએ જણાવ્યું હતું કે "આ એફડીસી (ફિક્સ્ડ ડોઝ કોમ્બિનેશન) પાસે કોઈ રોગનિવારક વાજબીપણું નથી અને એફડીસીમાં મનુષ્યો માટે જોખમ શામેલ હોઈ શકે છે. તેથી વ્યાપક જાહેર હિતમાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26A હેઠળ તે જરૂરી છે. આ FDC ના ઉત્પાદન, વેચાણ અથવા વિતરણ પર પ્રતિબંધ મૂકવો.

આ દવાઓ તમારી માટે થઈ શકે છે નુકસાનકારક 

FDC દવાઓ એવી છે કે જેમાં નિશ્ચિત પ્રમાણમાં બે અથવા વધુ સક્રિય ઔષધીય ઘટકોનું મિશ્રણ હોય છે. વર્ષ 2016માં સરકારે 344 દવાઓના કોમ્બિનેશનના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પર રચાયેલ નિષ્ણાત સમિતિએ કહ્યું કે સંબંધિત દવાઓ વૈજ્ઞાનિક ડેટા વિના દર્દીઓને વેચવામાં આવી રહી છે તે પછી આ જાહેરાત કરવામાં આવી છે. આ આદેશને ઉત્પાદકોએ કોર્ટમાં પડકાર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget