કોંગ્રેસના મોટા મહિલા નેતાની દાદાગીરી, પોલીસ જવાનનો કોલર પકડી ધમકાવ્યો, નોંધાઈ FIR, જુઓ વિડીયો
Renuka Chowdhury holds a Policeman’s collar : તેલંગાણાના હૈદરાબાદમાં કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરીએ એક પોલીસ કર્મચારીને કોલરથી પકડી રાખ્યો હતો અને ધમકાવ્યો હતો.
Telangana : કોંગ્રેસ (Congress) ના એક મોટા મહિલા નેતાની દાદાગીરી સામે આવી છે. તેલંગાણા (Telangana) ના હૈદરાબાદ (Hyderabad)માં કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી (Renuka Chowdhury) એ એક પોલીસ કર્મચારીને કોલરથી પકડી રાખ્યો હતો અને ધમકાવ્યો હતો. રાહુલ ગાંધી (Rahul Gandhi)ને EDના સમન્સને લઈને હૈદરાબાદમાં પાર્ટીના વિરોધ દરમિયાન અન્ય પોલીસ કર્મચારીઓ તેમને લઈ જઈ રહ્યા હતા ત્યારે રેણુકા ચૌધરીએ એક પોલીસ જવાનનો કોલર પકડ્યો હતો. જુઓ આ ઘટનાનો વિડીયો -
#WATCH | Telangana: Congress leader Renuka Chowdhury holds a Policeman by his collar while being taken away by other Police personnel during the party's protest in Hyderabad over ED summons to Rahul Gandhi. pic.twitter.com/PBqU7769LE
— ANI (@ANI) June 16, 2022
જો કે આ મામલે વિવાદ વધતા રેણુકા ચૌધરીએ પોતાનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ (પોલીસ જવાન) મને ધક્કો મારી રહ્યા હતા, મારા પગમાં સમસ્યા છે. હું મારું સંતુલન ગુમાવી રહી હતી તેથી મેં તેમનો કોલર પકડી રાખ્યો. હું તે માણસની માફી માંગીશ. પરંતુ મને આશા છે કે અમારી સાથે ગેરવર્તન કરવા બદલ પોલીસ મારી માફી માંગશે. અમારી આસપાસ આટલા બધા પુરુષ પોલીસ કેમ હતા?"
વધુમાં તેમણે કહ્યું, “ મેં પોલીસ જવાનને ધમકાવ્યો નથી. પોલીસ જવાને મારી સાથે કાંઈ ગેરવર્તન કર્યું નથી. મને પાછળથી ધક્કો મારવામાં આવી રહ્યો હતો અને મારુ સંતુલન ગુમાવી રહી હતી માટે મેં એ પોલીસ જવાનનો કોલર પકડ્યો. મારી સામે કેસ કરવામાં આવ્યો છે, હું તેનો સામનો કરીશ.”
રેણુકા ચૌધરી સામે નોંધાઈ FIR
તેલંગાણાના હૈદરાબાદમાં પોલીસ જવાનનો કોલર પકડી તેને કથિત રીતે ધમકાવવાના આરોપ બદલ કોંગ્રેસ નેતા રેણુકા ચૌધરી સામે FIR નોંધાઈ છે. રેણુકા ચૌધરી અને તેલંગણા કોંગ્રેસ અધ્યક્ષ રેવંથ રેડ્ડી સામે IPC કલમો 151, 140, 147, 149, 341, 353 (જાહેર સેવકને તેની ફરજ બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ફોજદારી બળ) હેઠળ FIR નોંધવામાં આવી છે.