Ahmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી
અમદાવાદમાં બેફામ કાર ચલાવી અકસ્માત સર્જનાર રીપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસંસ સસ્પેન્ડ. RTOએ કાયમી ધોરણે ડ્રાઈવિંગ લાયસન્સ કર્યું રદ. પોલીસની દરખાસ્ત બાદ RTOએ કરી કાર્યવાહી
નબીરા રીપલ પંચાલનું લાયસન્સ કાયમ માટે સસ્પેન્ડ. 25 નવેમ્બરે અમદાવાદના બોપલ આંબલી રોડ પર કારચાલક રીપલ પંચાલે અકસ્માતની હાર માળા સર્જી હતી. અકસ્માત સમયે તે નશાની હાલતમાં હતો. પોલીસની દરખાસ્ત અને ઘટનાની ગંભીરતાને જોતા RTOએ રીપલ પંચાલનું લાયસન્સ રદ કરવાનો નિર્ણય લીધો..
ચિક્કાર નશાની હાલતમાં અમદાવાદમાં બોપલ આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેફા કાર ચલાવી અકસ્માત સર્જનાર રીપલ પંચાલ વિરૂદ્ધ આરટીઓએ મોટી કાર્યવાહી કરી છે.. આરટીઓએ રીપલ પંચાલનું કાયમી ધોરણે ડ્રાઈવિંગ લાયસન્સ રદ કર્યું છે.. પોલીસની દરખાસ્ત બાદ અકસ્માતની ગંભીરતાને જોતા આરટીઓએ રીપલ પંચાલનું ડ્રાઈવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ કરી દીધુ છે