Banaskantha News: ભાભરના રૂનીમાં વિદ્યાર્થીને ઢોર માર મારવાના કેસમાં શિક્ષક ચિંતન ચૌધરી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ
બનાસકાંઠા જિલ્લાના ભાભરના રૂનીમાં વિદ્યાર્થીને શિક્ષકે માર મારવાના કેસમાં આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. શિક્ષક ચિંતન ચૌધરી વિરૂદ્ધ વિદ્યાર્થીના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અક્ષર સારા ન થતા ચિંતન ચૌધરી નામના શિક્ષકે વિદ્યાર્થીને ગાલ અને પીઠના ભાગે ઢોર માર માર્યાનો વાલીઓનો આોપ છે.. એટલુ જ નહીં. સોટીથી માર મારતા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આરોપી શિક્ષક ચિંતન ચૌધરીની અગાઉ મોરવાડા અને ઉચોસનમાં પણ શંકાસ્પદ ભૂમિકા રહી છે. ત્યારે ભાભર પોલીસે વાલીની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ભાભર તાલુકાના રૂની ગામે આવેલ ડેરીયાવાળા પ્રાથમિક શાળામાં ધોરણ-3 માં અભ્યાસ કરતા બાળકને શિક્ષકો દ્વારા ઢોર માર મારવામાં આવતા વિધાર્થીને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જોકે વિધાર્થીને માર મારતાં વાલીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે જેને લઈને વાલીઓએ શાળાના દોષિત શિક્ષિકા અને શિક્ષકને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. તેમજ પોલીસને ફરિયાદ અરજી આપી છે.તો બીજી તરફ શાળાના શિક્ષકોનું કહેવું છે કે વિધાર્થી સાથે આવી કોઈ ઘટના જ બની નથી. ખોટી રીતે આ મામલો ઉપજાવી કાઢ્યો છે..