શોધખોળ કરો
રાહુલ ગાંધીની અત્યંત નજીક ગણાતી આ યુવતીએ કોંગ્રેસ છોડી દીધી, જાણો શું આપ્યું કારણ ?
રાહુલ ગાંધીના મહત્ત્વપૂર્ણ સહાયકના રાજીનામાથી કોંગ્રેસનો આંતરિક કલેહ સામે આવ્યો છે.

નવી દિલ્હીઃ કોંગ્રેસના આંતરકલેહની અસર હવે પાર્ટીના વિવિધ સંગઠનો પર પણ જોવા મળી છે. પાર્ટી સંગઠન એનએસયુઆઈની પ્રભારી રૂચિ ગુપ્તાએ રાજીનામું આપી દીધું છે. રાહુલ ગાંધીના મહત્ત્વપૂર્ણ સહાયકના રાજીનામાથી કોંગ્રેસનો આંતરિક કલેહ સામે આવ્યો છે. હાલ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં અનેક અસંતુષ્ટ નેતાઓ પણ છે. જેમણે સંગઠનમાં ચૂંટણી અને બદલાવની માંગને લઈ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો હતો. ધ હિન્દુના રિપોર્ટ પ્રમાણે એનએસયુઆઈના રાષ્ટ્રીય પદાધિકારીઓના વોટ્સએપ ગ્રુપમાં પોતાના રાજીનામાનો સંદેશ શેર કરતાં રૂચિ ગુપ્તાએ લખ્યું, મેં રાજીનામું આપ્યું છે. તમે જાણો છે કે અનેક મહિનાથી સંગઠનમાં બદલાવ પેન્ડિંગ છે. સંગઠન મહાસચિવના કારણે થઈ રહેલા વિલંબથી સંગઠનને ઘણું નુકસાન થઈ રહ્યુ છે. વર્તમાન હાલતમાં વાંરવાર કોંગ્રેસ અધ્યક્ષ સુધી વાત લઈ જવી શક્ય નથી. સોનિયા ગાંધીની બેઠકમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સામેલ નથી. બીજી તરફ તેને નિશાને લઈ એનએસયુઆઈના પ્રભારીએ રાજીનામું આપી સ્પષ્ટ કરી દીધું છે કે કોંગ્રેસમાં આંતરિક વિવાદ ઘણો ઉંડો છે. કોંગ્રેસ સૂત્રોના કહેવા મુજબ, રૂચિ ગુપ્તાના રાજીનામાના ટાઈમિંગની પાર્ટીના લોકો હેરાન છે.
વધુ વાંચો





















