UP Politics: ‘કેશવ પ્રસાદ મૌર્યએ ભાજપ છોડવાનો ફેંસલો કર્યો છે’, સપા નેતાના દાવાથી ખળભળાટ
સપાએ ગત સોમવારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને ઓમ પ્રકાશ રાજભરની મુલાકાતને લઈ ટોણો માર્યો છે. સપા નેતાએ કેશવ મૌર્યએ બીજેપી છોડવાનો ફેંસલો કર્યો હોવાનો દાવો કરતા યુપીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
UP News: યુપી ભાજપ (UP BJP) વચ્ચેનો મતભેદ ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આ દરમિયાન, યુપી સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભર સોમવારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યને મળ્યા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેના પછી ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. આ અંગે સમાજવાદી પાર્ટીએ (Samajwadi Party) ભાજપને આડે હાથ લીધી છે.
સમાજવાદી પાર્ટીના નેતા આઈપી સિંહે આ બેઠક પર ભાજપ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે કેશવ પ્રસાદ મૌર્ય હવે સીએમ યોગી આદિત્યનાથને ટક્કર આપવા તૈયાર છે. કેશવ પ્રસાદ મૌર્યનું સ્વાગત કરતાં તેમણે કહ્યું કે ચાલો જોઈએ કે તેઓ ભાજપ છોડે છે કે પછી સીએમ યોગીને હટાવવામાં આવે છે.
સપાએ ભાજપ પર કટાક્ષ કર્યો
સપા નેતાએ X પર લખ્યું- 'શ્રી કેશવ પ્રસાદ મૌર્યએ આખરે ભાજપ છોડવાનો નિર્ણય લીધો છે, તેથી છેલ્લા રાઉન્ડમાં તેઓ મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ સાથે લડવા ઉતર્યા છે. વિધાનસભા સત્ર બાદ તેઓ ભાજપ છોડે છે કે યોગી આદિત્યનાથને (Yogi Aditynath) હટાવવામાં આવે છે તે જોવાનું સૌથી મહત્ત્વનું રહેશે. કેશવજીનું સ્વાગત છે.
आज लखनऊ के सात कालिदास मार्ग स्थित कैम्प कार्यालय में सुहेलदेव भारतीय समाज पार्टी के राष्ट्रीय अध्यक्ष व उत्तर प्रदेश सरकार में मा0 कैबिनेट मंत्री श्री ओम प्रकाश राजभर जी से आत्मीय भेंट की और विभिन्न विषयों पर वार्ता की।@oprajbhar @SBSP4INDIA pic.twitter.com/yUYeSshvkG
— Keshav Prasad Maurya (@kpmaurya1) July 22, 2024
સપાના નેતા આઈપી સિંહે અગાઉ દાવો કર્યો હતો કે બંને નેતાઓ ઓમપ્રકાશ રાજભર અને કેશવ પ્રસાદ મૌર્ય માત્ર સમૃદ્ધ પોર્ટફોલિયો ઈચ્છે છે, તેથી ભાજપમાં આંતરકલહ છે. તેમણે કહ્યું કે રાજભરને અમિત શાહ સાથે લોબિંગ કરીને પંચાયતી રાજ મળ્યું પરંતુ કેશવ પ્રસાદ મૌર્ય ફરીથી PWD ઈચ્છે છે જે મુખ્યમંત્રી નથી આપી રહ્યા.
તેમણે કહ્યું કે કેન્દ્રના ઈશારે યુપીની તિજોરીને બેરહેમીથી લૂંટવામાં આવી રહી છે. હકીકતમાં, લોકસભા ચૂંટણીમાં હાર બાદ ભાજપની અંદરનો વિખવાદ સામે આવ્યો છે. ઘણા નેતાઓ ખુલ્લેઆમ નિવેદન આપતા જોવા મળ્યા હતા. જ્યારે કેશવ પ્રસાદ મૌર્યએ સીએમ યોગી વિરુદ્ધ મોરચો ખોલતા ત્યાં સુધી કહ્યું કે સરકાર કરતા સંગઠન મોટું છે. આ પછી બંને નેતાઓ વચ્ચેનો વિવાદ હેડલાઇન્સમાં રહ્યો હતો.
હાલમાં જ કેશવ મૌર્યએ દિલ્હી જઈને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી, જે બાદ અનેક અટકળો પણ લગાવવામાં આવી રહી છે.