Watch:કાર આવવામાં થયો વિલંબ તો રાહુલ ગાંધીએ ખડગેને આપી લિફ્ટ,વીડિયો વાયરલ
બ્રિટનમાં રાહુલ ગાંધીના નિવેદનોને કારણે સંસદમાં વાતાવરણ ગરમાયું છે. ભાજપ સતત તેમની પાસેથી માફીની માંગ કરી રહ્યું છે.
Parliament Budget Session: બ્રિટનમાં રાહુલ ગાંધીના નિવેદનોને કારણે સંસદમાં વાતાવરણ ગરમાયું છે. ભાજપ સતત તેમની પાસેથી માફીની માંગ કરી રહ્યું છે.
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વચ્ચેની વાતચીતનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, રાહુલે ખડગેને સંસદમાંથી ઘરે મૂકવાની ઓફર કરી હતી કારણ કે તેમની કાર પાછળ પાર્ક હતી અને રાહુલની કાર તેમને લેવા જઈ રહી હતી. કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનાતે તેનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, સંસદમાંથી બહાર નીકળ્યા બાદ રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગેની પાછળ ચાલી રહ્યા હતા. આ દરમિયાન ખડગેની કાર પાછળ ઉભેલી જોઈને તેમણે પૂછ્યું કે તેમની કાર ક્યાં છે. તેની બાજુના એક વ્યક્તિએ કહ્યું કે કાર પાછળ ઉભી છે અને આવી રહી છે. દરમિયાન રાહુલે ખડગેને પૂછ્યું કે તમે ક્યાં જવા માંગો છો? હું તમને ડ્રોપ કરું દઉંબાજ બંને એક જ કારમાં બેસીને ગયા.આ રીતે રાહુલ ગાંધીએ ખડગેની મદદ કરી હતી.
— Supriya Shrinate (@SupriyaShrinate) March 17, 2023
ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા
આ દિવસોમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને સંસદમાં હોબાળો ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) કોંગ્રેસ અને રાહુલ પર સતત પ્રહારો કરી રહી છે. આ સમગ્ર હોબાળો કોંગ્રેસના નેતાએ વિદેશમાં આપેલા નિવેદનને કારણે થયો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષનો ઓડિયો મ્યૂટ કરવામાં આવે છે. કોંગ્રેસે ટ્વિટર પર વીડિયો પણ શેર કર્યો છે જેમાં સભ્યો પહેલા રાહુલ ગાંધીને 'બોલને દો'ના નારા લગાવતા જોવા મળે છે અને પછી અચાનક ઓડિયો બંધ થઈ જાય છે.
ખડગે રાહુલના બચાવમાં આવ્યા
બ્રિટન વિશે રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપના ઘણા મંત્રીઓ બોલ્યા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે (17 માર્ચ) રાહુલ ગાંધીને દેશદ્રોહી ગણાવ્યા. મલ્લિકાર્જુન ખડગેએ આનો જોરદાર જવાબ આપ્યો અને કહ્યું કે જેનું ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં કોઈ યોગદાન નથી તે દેશદ્રોહી છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે કહ્યું કે માફીની માંગ બકવાસ છે કારણ કે રાહુલ ગાંધીએ એવું કંઈ કહ્યું નથી જેના માટે તેમણે માફી માંગવી જોઈએ.