(Source: ECI/ABP News/ABP Majha)
Railway Vacancy 2023: પરીક્ષા વગર રેલવેમાં મળશે નોકરી, 15 વર્ષના ઉમેદવારો પણ કરી શકશે અરજી
Railway Recruitment 2023: ઉમેદવારો આરઆરસી સીઆરની સત્તાવાર વેબસાઈટ rrccr.comના માધ્યમથી આવેદન નોંધાવી શકે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 15 ડિસેમ્બર 2022થી શરુ થઈ અને 15 જાન્યુઆરી 2023 સુધી ચાલુ રહેશે.
Railway Recruitment 2023: ઉમેદવારો આરઆરસી સીઆરની સત્તાવાર વેબસાઈટ rrccr.comના માધ્યમથી આવેદન નોંધાવી શકે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 15 ડિસેમ્બર 2022થી શરુ થઈ અને 15 જાન્યુઆરી 2023 સુધી ચાલુ રહેશે.
Railway Job Recruitment: ભારતીય રેલવેએ એપરેન્ટીસ પદો ઉપર ભરતી બહાર પાડી છે. સેન્ટ્રેલ રેલવેએ 2422 એપરેન્ટીસ પદો માટે ભરતી અંગે અરજીઓ મંગાવી છે. ઇચ્છુક ઉમેદવારો આરઆરસી સીઆરની સત્તાવાર વેબસાઈટ rrccr.comના માધ્યમથી આવેદન કરી શકે છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 15 ડિસેમ્બર 2022થી શરુ થઈ ગઈ છે અને 15 જાન્યુઆરી 2023 છેલ્લી તારીખ છે.
ઉમેદવારે ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 અથવા તેની સમકક્ષ (10+2 પરીક્ષા સિસ્ટમ હેઠળ) પાસ કરેલ હોવું આવશ્યક છે. 15-12-2022ના રોજ ઉમેદવારોએ ઓછામાં ઓછી 15 વર્ષની ઉંમર પૂર્ણ કરી હોવી જોઈએ અને 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
શું છે પસંદગી પ્રક્રિયા?
પસંદગી સૂચના અનુસાર અરજી કરનાર તમામ ઉમેદવારોના સંદર્ભમાં તૈયાર કરેલ મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે. મેટ્રિક (ઓછામાં ઓછા 50% એકંદર માર્કસ સાથે) + ITI માર્ક જેમાં એપ્રેન્ટિસશીપ કરવાની છે તેના આધારે મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. પેનલ મેટ્રિક અને આઈટીઆઈમાં માર્ક્સની સાદી સરેરાશ પર આધારિત હશે.
અરજી ફી
અરજી ફી રૂ.100 છે. પેમેન્ટ ગેટવે દ્વારા ફી ઓનલાઈન ભરવાની રહેશે. ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈન્ટરનેટ બેંકિંગ/એસબીઆઈ ચલણ વગેરેનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકાય છે. વધુ સંબંધિત વિગતો માટે, ઉમેદવારો RRCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
ઉમેદવારે કેવી રીતે અરજી કરવી?
ઉમેદવારોએ rrccr.com પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી ભરવા માટેની વિગતવાર સૂચનાઓ વેબસાઈટ પર ઉપલબ્ધ હશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી ભરવા માટે પૂરી પાડવામાં આવેલ RRC/CR વેબસાઈટ rrccr.com પર લોગીન કરવું પડશે અને વ્યક્તિગત વિગતો/બાયો-ડેટા વગેરે કાળજીપૂર્વક ભરવાનું રહેશે.
ક્યાં કેટલી જગ્યાઓ ખાલી?
1. મુંબઈ ક્લસ્ટરમાં 1659 જગ્યાઓ
2. ભુસાવલ ક્લસ્ટરમાં 418 જગ્યાઓ
3. પુણે ક્લસ્ટરમાં 152 જગ્યાઓ
4. નાગપુર ક્લસ્ટરમાં 114 જગ્યાઓ
5. સોલાપુર ક્લસ્ટરમાં 79 જગ્યાઓ ભરવાની છે.