શોધખોળ કરો
Advertisement
ગુજરાતને અડીને આવેલા આ રાજ્યના 12 જિલ્લામાં નાંખવામાં આવ્યો રાત્રિ કર્ફ્યુ, કોવિડ હોટસ્પોટમાં કરી તાળાબંધી
રાજ્યમાં કોવિડ પોઝિટિવ આવેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોનું લિસ્ટ બનાવીને ક્વોરન્ટાઇન કરાશે. પોઝિટિવ દર્દી ઘર પર જ રહે તે માટે પોલીસ સમયાંતરે ઘરની તપાસ પણ કરશે.
જયપુરઃ દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં કોરોનાના કેસ વધતાં કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જરૂરિયાતની વસ્તુઓ જ મળશે. આ ઉપરાંત વર્ષના અંત સુધી સ્કૂલ, કોલેજ, સિનેમા બંધ રહેશે.
આ ઉપરાંત નાગૌર, પાલી, ટોંક, સીકર અને ગંગાનગરમાં નાઇટ કર્ફ્યુ નાંખવામાં આવ્યો છે. તેની પહેલા કોટા, જયપુર, જોધપુર, બીકાનેર, ઉદયપુર, અજમેર, અલવ તથા ભીલવાડામાં નાઇટ કર્ફ્યુ પહેલાથી જ લગાવવામાં આવ્યો હતો. આ તમામ 13 જિલ્લાના હેડક્વાર્ટર ટાઉનમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.
રાજ્યમાં કોવિડ પોઝિટિવ આવેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોનું લિસ્ટ બનાવીને ક્વોરન્ટાઇન કરાશે. પોઝિટિવ દર્દી ઘર પર જ રહે તે માટે પોલીસ સમયાંતરે ઘરની તપાસ પણ કરશે. આ માટે પેશન્ટના મોબાઇલ ફોનમાં RajCovidInfo એપ પણ ડાઉનલોડ કરાવાશે.
ગત સપ્તાહે રાજસ્થાન સરકારે રાજ્યના તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરવાનો દંડ 200થી વધારીને 500 રૂપિયા કરી દીધો હતો.
નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી ? જાણો મહત્વના સમાચાર
પાલનપુરઃ પૂજારીની પત્નિને યુવક સાથે બંધાયા સંબંધ, ઘરમાં જ પ્રેમી સાથે કરી રહી હતી કામક્રિડા ને પૂજારી આવી ગયા, જાણો પછી શું થયું ?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement