શોધખોળ કરો

Rajkot Crime News: રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ, ઘર,હોટલ અને કારમાં આચર્યું દુષ્કર્મ

Rajkot Crime News: પીડિતાની બહેનપણી સહિત આઠ લોકો વિરુદ્ધ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર 50 દિવસમાં ઘર, હોટલ અને કારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાજકોટમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી ગેંગરેપ કરાયો.
  • બહેનપણીએ પરિચય કરાવી આરોપીઓ સાથે સંપર્ક કરાવ્યો.
  • ઘર, હોટલ અને કારમાં 50 દિવસ સુધી દુષ્કર્મ.
  • આઠ આરોપીઓ સામે ફરિયાદ, ચારની ધરપકડ.

Rajkot Crime News:  રાજકોટમાં 14 વર્ષની સગીરા પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરમાં 14 વર્ષની સગીરા ગેંગરેપનો શિકાર બની હતી. સાત આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે. પીડિતાની બહેનપણી સહિત આઠ લોકો વિરુદ્ધ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા મારફતે પ્રેમજાળમાં ફસાવીને સગીરા પર 50 દિવસમાં ઘર, હોટલ અને કારમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

સોશિયલ મીડિયાના મિત્રતા કેળવી સગીરાને પ્રેમજાળમાં ફસાવી સાત જેટલા શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ લાગ્યો છે. પીડિત સગીરાને તેની જ બહેનપણીએ તેને એક મોબાઈલ આપ્યો હતો. જેમાં ઈન્સ્ટાગ્રામ પર મુખ્ય આરોપી ડેવિલ સાથે સંપર્ક કરાવ્યો હતો. ડેવિલે સગીરાને વિશ્વાસમાં લીધી હતી અને બાદમાં 29 માર્ચે ડેવિલે પીડિતાને લેવા માટે અન્ય આરોપી સાહીલને બાઈક લેવા મોકલ્યો હતો. સાહીલ પીડિતાને લઈને જંગલેશ્વરમાં પોતાના ઘરે લઈ ગયો હતો. જ્યાં ડેવિલે સગીરાને ડરાવી ધમકાવીને દુષ્કર્મ આચર્યુ હતુ.                                                                              

જે બાદ સગીરાની બહેનપણીએ તેનો પરિચય મિહિર કુગશીયા સાથે કરાવ્યો હતો. 6 મેએ આરોપી મિહિર સગીરાને લઈને નવા બસ સ્ટેન્ડ પાછળ આવેલ હોટલમાં લઈ જઈ પોલીસની ઓળખ આપી દુષ્કર્મ આચર્યું હતું. એટલુ જ નહીં, પીડિતાની બાજુમાં રહેતા રઝાક ઠેબાએ પણ ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક કરીને 16 મેના રોજ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. 17 મેના રોજ ક્રુરતાની પરાકાષ્ઠા વટાવતા આરોપી રઝાકે ધવલ, આશીકુ શાહમદાર સાથે મળીને સગીરાને કારમાં બેસાડીને જાનથી મારી નાંખવાની ધમકી આપીને વારાફરતી દુષ્કર્મ આચર્યુ હતું.  ભક્તિનગર પોલીસે પીડિતાની બહેનપણી સહિત આઠ આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ભોગ બનનાર સગીરાના પિતાએ ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે એક સગીરા (બહેનપણી) સહિત ડેવિલ, સાહીલ, મિહીર, રજાક, ધવલ, આશીફ અને સુલતાન એમ કુલ 8 આરોપીઓ સામે BNS અને પોક્સો (POCSO) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. 

Frequently Asked Questions

રાજકોટમાં કેટલા આરોપીઓ પર સગીરા સાથે ગેંગરેપ કરવાનો આરોપ છે?

આ કેસમાં પીડિતાની બહેનપણી સહિત કુલ આઠ લોકો પર આરોપ છે. પોલીસે આમાંના ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

સગીરાને ગેંગરેપનો શિકાર કેવી રીતે બનાવવામાં આવી?

મુખ્ય આરોપી ડેવિલે સોશિયલ મીડિયા મારફતે સગીરા સાથે મિત્રતા કેળવી અને પ્રેમજાળમાં ફસાવી. ત્યારબાદ અન્ય આરોપીઓએ તેને ઘર, હોટલ અને કારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું.

આરોપીઓએ સગીરા સાથે ક્યારે અને ક્યાં દુષ્કર્મ કર્યું?

દુષ્કર્મ 29 માર્ચથી શરૂ થયું હતું અને 17 મે સુધી ચાલ્યું હતું. આ કૃત્યો જંગલેશ્વરમાં ઘરે, નવા બસ સ્ટેન્ડ પાછળની હોટલમાં અને કારમાં કરવામાં આવ્યા હતા.

પોલીસે આ મામલે શું કાર્યવાહી કરી છે?

ભક્તિનગર પોલીસે પીડિતાની બહેનપણી સહિત આઠ આરોપીઓ સામે BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અત્યાર સુધી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot Drug: રાજકોટ પોલીસની મોટી કાર્યવાહી, લોખંડની પ્લેટોની આડમાં ઓડિશાથી હેરાફેરી થતો 200 કિલો ગાંજો પકડ્યો
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot: રાજકોટમાં ઘરે-ઘરે માંદગીના ખાટલા, એક જ સપ્તાહમાં તાવ, શરદી-ઉધરસના 1,579 કેસ નોંધાયા, તંત્ર સતર્ક
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
Embed widget