Rajkot Rain: વાદીપરા ગામે સીમ વિસ્તારમાં 15 લોકો ફસાયા, જીવ બચાવવા વૃક્ષ પર આશરો લીધો
હવામાન વિભાગની આગાહી રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના વાદીપરા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે.
રાજકોટ: હવામાન વિભાગની આગાહી રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણીના વાદીપરા ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વાદીપરા ગામે સીમ વિસ્તારમાં નદીના પાણી ફરી વળતા 15 લોકો ફસાયા છે. નદીના ધસમસતા પ્રવાહમાં લોકોએ જીવ બચાવવા વૃક્ષનો સહારો લીધો છે. વાદીપરા ગામે નદીમાં ઘોડાપૂર આવતા 15 લોકો ફસાયા છે. લોકોએ આવા ધસમસતા પ્રવાહમાં પીપરના વૃક્ષ ઉપર આશરો લીધો છે. ચારેબાજુ પાણી ફરી વળતા 15 લોકો ફસાયા છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના અલગ-અલગ સાત ગામની જમીનો ધોવાઈ ગઈ છે. કરમાળ ડેમના તમામ 7 દરવાજા ખોલવામાં આવતા ભારે નુક્શાન થયું છે. માંડવા, સરધાર સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેના કારણે કોટડા સાંગાણી તાલુકામાં મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.
કોટડા સાંગાણી પંથકમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. કોટડા પંથકના વાદીપરા, પાંચ તલાવડા, જૂની ખોખરી, નવી ખોખરી, નાના માંડવા, માણેકવાડા, રાજગઢ સહિતના ગામડાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. શાપર, લોઠડા, રાજપરા, સેમડાં, હડમતાળા, રિબડા સહિતના ગામોમાં ગત મોડીરાતથી જ વરસાદ શરૂ છે. ભારે વરસાદથી કોટડા સાંગાણીથી રાજકોટ તરફ જવાના તમામ માર્ગો બંધ છે. ગોંડલી અને વાછપરી ડેમમાં નવા નીરથી ડેમ ઓવરફ્લો થયો છે.
ઓરેન્જ એલર્ટ વાળા રાજકોટમાં સવારથી વરસાદી માહોલ
ગુજરાતમાં આજે પણ હવામાન વિભાગ દ્વારા કેટલાક સ્થળો માટે વરસાદી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે, હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં છે, અને આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.
રવિવારે સવારે રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે, રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા કેટલાય ગામડાઓમાં સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. સરધાર, ખારચિયા, બાડમેર, ભુપગઢ, રાજ સમઢીયાળા, હલેન્ડા અને વીરનગર સહિતના ગામડાઓમાં વરસાદે તોફાની એન્ટ્રી કરી છે. વરસાદના કારણે અનેક ગામોમાં રસ્તાંઓ ધોવાયા છે, અને જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ પેદા થઇ ગઇ છે. આ ઉપરાંત વરસાદી પાણી અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સરધાર અને આટકોટ વચ્ચે આવેલી નદીઓ બે કાંઠે થઇ ગઇ છે. રાજસમઢીયાળા પાસે આવેલા ખારચિયાં ગામમાં પાણી ઘુસતા લોકો પહેલા માળે પહોંચ્યા હતા. રાજકોટ તથા જસદણ તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદની ફરી એન્ટ્રી થઇ છે.