શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાજકોટમાં કોરોનાનો કાળો કેરઃ ઓબ્ઝર્વેશન હોમના 20 બાળકોને કોરોના થતા ખળભળાટ
ગોંડલ રોડ પર આવેલા ચાઇલ્ડ ઓબ્ઝર્વેશન હોમમાં આરોગ્ય વિભાગ દ્વારા અન્ય બાળકોનું પણ મેડિકલ ચેકિંગ હાથ ધરાશે.
રાજકોટઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. બીજી તરફ હવે કોરોનાનું એપી સેન્ટર રાજકોટ તરફ મૂવ થઈ રહ્યું છે. રાજકોટમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે આરોગ્ય અગ્ર સિચવ અને ટીમે રાજકોટમાં ધામા નાંખ્યા છે. ત્યારે આજે રાજકોટ ચાઇલ્ડ ઓબ્ઝર્વેશન હોમના 20 બાળકોને કોરોના આવતા ખળભળાટ મચી ગયો છે.
ગોંડલ રોડ પર આવેલા ચાઇલ્ડ ઓબ્ઝર્વેશન હોમમાં આરોગ્ય વિભાગ દ્વારા અન્ય બાળકોનું પણ મેડિકલ ચેકિંગ હાથ ધરાશે. નોંધનીય છે કે, રાજકોટમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. હાલ, રાજકોટ જિલ્લામાં કોરોનાના કુલ 2171 એક્ટિવ કેસો છે. જે ગુજરાતમાં અમદાવાદ અને સુરત પછી સૌથી વધુ છે.
રાજકોટમાં અત્યાર સુધીમાં 3100 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 97 લોકોના મોત થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion