શોધખોળ કરો
Advertisement
વહેલી સવારે સૌરાષ્ટ્રમાં કઈ-કઈ જગ્યાએ વરસાદ ખાબક્યો? જાણો રહ્યા લેટેસ્ટ આંકડા
જૂનાગઢના માણાવદરમાં 3 ઈંચ, માંગરોળ અને કેશોદમાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત તાલાલમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં જૂનાગઢના માણાવદર, માંગરોળ અને કેશોદમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢ અને ગીરસોમનાથમાં 1થી 3 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.
જૂનાગઢના માણાવદરમાં 3 ઈંચ, માંગરોળ અને કેશોદમાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જૂનાગઢ શહેરમાં પોણા બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત તાલાલમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
હાલ સૌરાષ્ટ્રમાં એખ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં ઘણી જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત દિવ-દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ વરસી શકે છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં સુત્રાપાડ અને વિસાવદરમાં 8-8 ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે નવસારી, વેરાવળ અને કોડીનારમાં 4-4 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં.
ખાંભાના નિંગાળા ગામમાં 2 કલાકમાં મુશળધાર 7 ઈંચ વરસાદ જ્યારે ગીરગઢડાના ધોકડવામાં 7 ઈંચ વરસાદ કાબક્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે જૂનાગઢમાં એક કલાકમાં 4 ઈંચ, સૂત્રાપાડમાં 4 અને વિસાવદરમાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ગિરનાર ઉપર 5 ઈંચ અને લાઠી તાલુકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
ક્રિકેટ
સમાચાર
Advertisement