Heart Attack: ચેતજો! રાજકોટમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટ એેટેકથી મોત થતા હાહાકાર
રાજકોટ: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંક સતત વધી રહ્યો છે. રોજેરોજ હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે. આજે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે ત્રણ લોકોના મોત થતા અરેરાટી મચી ગઈ છે.
રાજકોટ: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો આંક સતત વધી રહ્યો છે. રોજેરોજ હાર્ટ એટેકના કિસ્સા સામે આવી રહ્યા છે. આજે રાજકોટમાં હાર્ટ એટેકના કારણે ત્રણ લોકોના મોત થતા અરેરાટી મચી ગઈ છે.
રેલનગરમાં રહેતા ૨૭ વર્ષીય ભાવેશ ગોહેલનું હાર્ટ એટેકથી મોત થતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જ્યારે અન્ય કેસમાં ભારતીનગરમાં રહેતા ૪૬ વર્ષીય રામજી સોલંકીનું પણ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. જ્યારે ત્રીજા કેસમાં પાળ ગામે રહેતા ૫૧ વર્ષીય કેશુભાઈ મોહનિયાનું પણ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. આ ત્રણેય વ્યક્તિઓને બેભાન હાલતમાં સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયને હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. આમ એક જ દિવસમાં રાજકોટમાં ત્રણ લોકોના મોતથી હાહાકાર મચી ગયો છે.
15 વર્ષીય કિશોરનું પણ થોડા દિવસ પહેલા મોત થયું હતું
રાજકોટ શહેરમાં નાની વયે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો થંભી નથી રહ્યો, વધુ એક 15 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી મોત થયું છે. રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. આજે રાજકોટમાં 15 વર્ષિય કિશોરનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું.પૂજન નામનો આ કિશોર પિતાના બાઈક પાછળ બેસીને જઇ રહ્યો હતો. એ સમયે યુવકને ચાલુ બાઈકે હાર્ટ અટેક આવી જતાં તે ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું છે. 15 વર્ષીય પૂજનનું અચાનક મોત થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.
રાજકોટમાં 15 વર્ષિય કિશોરનું હાર્ટ અટેકથી મોત થઇ ગયું.પૂજન નામનો આ કિશોર પિતાના બાઈક પાછળ બેસીને જઇ રહ્યો હતો. એ સમયે યુવકને ચાલુ બાઈકે હાર્ટ અટેક આવી જતાં તે ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું છે. 15 વર્ષીય પૂજનનું અચાનક મોત થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. પૂજન રાજકોટની શ્રદ્ધા સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. પૂજન હૈદરાબાદ અભ્યાસ કરતો અને દિવાળી પરિવાર સાથે મનાવવા માટે રાજકોટ આવ્યો હતો. જો કે આ સમયે આધાતજનક બનાવ બની જતાં પરિવાર શોક અને આઘાતમાં ગરકાવ થઇ ગયો છે.