શોધખોળ કરો

સૌરાષ્ટ્રમાં એક જ દિવસમાં વીજળી ગુલ થવાની 934 ફરિયાદ, જાણો કેટલા થાંભલા પડ્યા ? કેટલાં ટ્રાન્સફોર્મર બગડ્યાં ?

ગઈકાલે સૌરાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. વરસાદને પગલે રાજકોટ ગ્રામ્યમાં 468 વીજ પોલ ધરાસાઈ થયા હતા.

રાજકોટઃ સત્તાવાર ચોમાસાનું આગમન થાય એ પહેલા જ સૌરાષ્ટ્રમાં સારો એવો વરસાદ પડી ગયો છે. જોકે આ વરસાદને પગલે અનેક જગ્યાએ વીજળી ગુલ થવાની ફરિયાદો નોંધાઈ છે. સાથે સાથે વીજ પોલ ધરાસાઈ થવાની ઘટનાઓ પર સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ જોવા મળી છે. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદને કારણે એક જ દિવસમાં વીજળી ગુલ થવાની 934 ફરિયાદ મળી હતી. બીજી બાજુ ભારે વરસાદને પગલે 1516 જેટલા વીજ પોલ પડી ગયા હતા અને 161 જેટલા ટ્રાન્સફોર્મર ખરાબ થયા હતા. ગઈકાલે સૌરાષ્ટ્રમાં પડેલ ભારે વરસાદને કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. વરસાદને પગલે રાજકોટ ગ્રામ્યમાં 468 વીજ પોલ ધરાસાઈ થયા હતા. દર વખતે ચોમાસાની શરૂઆત પહેલા pgvcl કામગીરી કરે છે પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ હતી. અગાઉ પણ પ્રથમ વરસાદમાં જ રાજકોટ શહેર ના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. આ પહેલા સૌરાષ્ટ્રના અમરેલીના ખાંભામાં 2.5 ઈંચ, સાવરકુંડલામાં 2.1 ઈંચ અને રાજૂલામાં 2.04 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જ્યારે ભાવનગરમાં ઉપરના માળનો કાટમાળ ધરાશાયી થતાં બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બગસરા-કુકાવાવ માર્ગ પર બાવળના ચાર ઝાડ પડતાં હાઈવે પર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા હતાં. જામકંડોરણા તાલુકના જામદાદર ગામે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. રાજુલા પંથકમાં સાંબેલાધાર વરસાદથી શહેરની ઘાણો નદીમાં ઘોડાપુર આવ્યું છે. ગીર સોમનાથ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટ ગ્રામ્યમાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજુલામાં 3 ઈંચ, ખાંભામાં 2 ઈંચ, ધારીમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત રાજુલામાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો. જેને કારણે નદીઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. આ ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધ્યેય સત્તાનો કે સેવાનો?Hun To Bolish : હું તો બોલીશ : ICUમાં આરોગ્ય કેન્દ્રJetpur Pipeline Project: જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટને લઈ પોરબંદરમાં જોરદાર આક્રોશRetired Brigadier Nirav Raizada: ગુજરાતને ગૌરવ અપાવનાર નિવૃત્ત બ્રિગેડિયર રાયજાદાનું કેશોદમાં ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
મોબાઈલમાં સ્ટેટસ નહીં, DJ પાર્ટી રાખવી નહીં, રબારી સમાજે લીધો કુરિવાજો નાબૂદીનો ઐતિહાસિક નિર્ણય
નોકરી જ નોકરી! 2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
2027 સુધીમાં આ ક્ષેત્રમાં 120000000 લોકોને નોકરી મળશે, આવી રહ્યો છે રોજગારીનો સુવર્ણ યુગ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
નવા વર્ષની શરૂઆત IPOની ધમાલ સાથે: 4 નવા IPO અને 6 લિસ્ટિંગ, જાણો gmp અને પ્રાઈસ બેન્ડ
પક્ષી, લેન્ડિંગ બાદ  રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ,  આ કારણે પ્લેન  થયું ક્રેશ, જુઓ વીડિયો
પક્ષી, લેન્ડિંગ બાદ રનવે પર સ્લીપ થતાં બ્લાસ્ટ, આ કારણે પ્લેન થયું ક્રેશ, જુઓ વીડિયો
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
IND vs AUS: ચોથા દિવસની રમત સમાપ્ત,ઓસ્ટ્રેલીયાની લીડ 300ને પાર, પૂંછડીયા બેટ્સમેનોએ ભારતીય બોલરોને હંફાવ્યા
Mann Ki Baat: સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Mann Ki Baat:સંવિધાન, કેન્સરનો ઇલાજ સહિત PM મોદીએ મન કી બાતમાં કઇ મહત્વની આપી માહિતી
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Pension Fund: નોકરીયાતો માટે ખુશખબર! વર્ષ 2025માં EPFO શરુ કરશે અનેક નવી સુવિધાઓ
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Health Tips: 14 દિવસ ખાંડ ખાવાનું છોડી દેશો તો શું થશે, શરીરમાં જોવા મળશે કેવા ફેરફાર?
Embed widget