Crime News: રાજકોટમાં હચમચાવી નાખે તેવી બની ઘટના, બે સંતાનોની હત્યા કરી માતાએ કર્યો આપઘાત
આ મામલે માલવિયાનગર પોલીસે તપાસ શરૂ કરી હતી.
રાજકોટમાં ચકચારી ઘટના બની છે. શહેરમાં માતાએ જ પોતાના બે બાળકોની હત્યા કરી પોતે આત્મહત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરના આંબેડકર નગરમાં બોલાચાલીમાં મહિલાએ આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
રાજકોટના એસ.ટી.વર્કશોપ પાછળ આવેલા આંબેડકર નગરમાં રહેતા મનીષા પરમારે પોતાના પાંચ વર્ષના પુત્ર ભાર્ગવ અને છ માસની પુત્રી ઇસીતાની હત્યા કરી હતી. બાદમાં તેમણે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ મામલે માલવિયાનગર પોલીસે તપાસ શરૂ કરી હતી.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મનીષાબેનને તેમના પતિ સાગર સાથે બોલાચાલી થતા આ પગલુ ભર્યાની આશંકા છે.
Crime News: વલસાડમાં પ્રેમી સાથે મળી પત્નીએ પતિને ઉતાર્યો મોતને ઘાટ, છૂટાછેડા ન આપતા કરી હત્યા
Crime News: વલસાડના ધરમપુરમાં એક ચોંકાનારી ઘટના સામે આવી છે. અહીં એક મહિલાએ પ્રેમી સાથે મળી પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધો છે. મળતી માહિતી પ્રમાણે ધરમપુરનું આ દંપત્તિ છેલ્લા ત્રણ વર્ષથી અલગ રહેતું હતું. પત્નીને છુટાછેડા જોતા હતા અને પતિ છુટાછેડા આપતો ન હોય જેને લઈને પત્નીએ તેના પ્રેમી અને અન્ય મિત્રની મદદથી પતિનું ખૂન કરી લાશ ફેંકી દીધી હતી. પોલીસે લાશની ઓળખ કરી હતી અને ત્યાર બાદ ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. 3 લોકો માં 2 પુરુષ અને 1 મહિલાની પોલીસે ધરપકડ કરી છે.
સુહાગરાતના દિવસે જ મળી દુલ્હા-દુલ્હનની લાશ
ઉત્તરપ્રદેશના બહરાઇચ જિલ્લામાં લગ્નનો જશ્ન માતમમાં ફેરવાયો છે. બુધવારે રાતે લગ્ન કરીને આવેલા નવ વિવાહીત કપલની લાશ તેમના રૂમમાંથી મળી છે. સુહાગરાતના દિવસે જ દુલ્હા-દુલ્હનના મોતથી બધા સ્તબ્ધ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસે પહોંચીને તપાસ શરૂ કરી. પોલીસ મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવા માંગતી હતી, પરંતુ વર-કન્યાના સંબંધીઓએ પોસ્ટમોર્ટમ કરાવવાની ના પાડી હતી. પોલીસ બંનેના મોતને શંકાસ્પદ ગણાવી રહી છે. આ કેસ કૈસરગંજ કોતવાલીના ગોધિયા વોર્ડ નંબર ચારનો છે.
શું છે મામલો
વોર્ડ નંબર ચારના રહેવાસી પ્રતાપ (23)ના પુત્ર સુંદર લાલના લગ્ન ગોધિયા વોર્ડ નંબર 3ના ગુલ્લાનપુરવા ગામમાં રહેતા પુષ્પાની પુત્રી પરસરામ સાથે નક્કી થયા હતા. લગ્નની તારીખ 30 મે નક્કી કરવામાં આવી હતી. 30 મેના રોજ શોભાયાત્રા ચાર નંબરના ગોદહિયા ખાતે નીકળી હતી. 31 મેના રોજ હાસ્ય અને ખુશીની સરઘસ ગામમાં પહોંચી હતી. પતિ-પત્ની રાત્રે તેમના ગામ પહોંચ્યા