Accident: રાજકોટના સ્વામિનારાયણ મંદિર પાસે હિટ એન્ડ રન, સીસીટીવીમાં કેદ થઈ ઘટના
રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે.સુરતના કીમ માંડવી સ્ટેટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. કીમ રેલવે ઓવરબ્રિજ ઉતરી રહેલ કાર સીધી ડીવાઈડર સાથે અથડાઈ હતી.
Accident: રાજકોટના સ્વામિનારાયણ મંદિર પાસે આવેલ હરિહર સોસાયટી નજીક હિટ એન્ડ રનની ઘટના બની હતી. કાળી સ્કોર્પિયોએ પૂરપાટ ઝડપે આવી મહિલાને ઠોકર મારી હતી. જેમાં મહિલાને માથાના ભાગે ઇજા થઈ હતી.કાર દ્વારા ઠોકર માર્યા બાદ જરા પણ સ્પીડ ઘટાડ્યા વગર જ ચાલક પુરપાટ ભાગ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.
સુરતમાં કાર ડીવાઈડર સાથે અથડાઈ
સુરતના કીમ માંડવી સ્ટેટ હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. કીમ રેલવે ઓવરબ્રિજ ઉતરી રહેલ કાર સીધી ડીવાઈડર સાથે અથડાઈ હતી. કાર આડી થઈ જતાં સ્ટેટ હાઇવે બ્લોક થયો હતો. કારમાં સવાર એક મહિલાને ઈજાઓ થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે બાદ હાજર વાહન ચાલકોએ કારને ધક્કો મારી સાઈડમાં ખસેડી હતી. અકસ્માતની ઘટનાને પગલે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.
સુરતના કામરેજના આંબોલી ગામ પાસે તાપી નદીના બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગત મોડી રાત્રે આ ઘટના બની હતી, જેમાં અજાણ્યા વાહને બાઈકને અડફેટે લીધી હતી. બાઈક પર સવાર બે યુવકો રોડ પર પટકાયા હતા. બે પૈકી એક યુવકને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી ગતી.
વડોદરાના અક્ષર ચોક પાસે ગત રોજ મિક્સર મશીન ડમ્પરે અકસ્માત સર્જ્યો હતો. મોપેડ ચાલક બે મહિલાઓને અડફેટે લીધી હતી. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. અકસ્માત બાદ બંને મહિલાઓને સારવાર અર્થે ખસેડાઇ હતી. સારવારમાં 24 કલાકમાં બંને મહિલાઓના મોત નિપજ્યા હતા.
માંડવીના મગતરા ગામે વિદ્યાર્થીઓ ભરેલી કારને અકસ્માત નડ્યો હતો. ડાંગ જિલ્લાના સુબિરની નવજોત શાળાના વિદ્યાર્થીઓ કારમાં સવાર હતા ત્યારે આ ઘટના બની હતી. વિદ્યાર્થીઓ આણંદ ખાતે દોડની રમતમાં ભાગ લેવા ગયા હતા અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે ઘટના બની હતી.
આ પણ વાંચો
પીએમ મોદીને અત્યાર સુધીમાં આ 14 દેશો તેમના સર્વોચ્ચ સન્માનથી નવાજી ચૂક્યા છે, 7 તો છે મુસ્લિમ દેશો