Video : ધોરાજીમાં સામેથી આવતી ટ્રકમાં યુવકે ઘૂસાડી દીધું એક્ટિવા, જુઓ કેવી રીતે બન્યો અકસ્માત?
ધોરાજીમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઉપલેટા રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીક બનેલી ઘટના.
રાજકોટઃ ધોરાજીમાં ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઉપલેટા રોડ પર આવેલા પેટ્રોલપંપ નજીક બનેલી ઘટના. એકટીવા ચાલકને ઇજા પહોંચતા નજીકની હોસ્પિટલમા ખસેડાયો છે. સીસીટીવીમાં જોઇ શકાય છે કે, ચાર રસ્તા પર સામેથી આવી રહેલી ટ્રકમાં ડબલ સવારી એક્ટિવા ઘૂસી જાય છે.
Video : ધોરાજીમાં સામેથી આવતી ટ્રકમાં યુવકે ઘૂસાડી દીધું એક્ટિવા, જુઓ કેવી રીતે બન્યો અકસ્માત? pic.twitter.com/BUX0Znn20W
— ABP Asmita (@abpasmitatv) April 8, 2022
Surat : SBI બેંકમાં બધાની નજર સામે જ ચોર 1.93 લાખ રૂપિયા ચોરી ગયો
સુરત: SBI બેંકમાંથી રોકડા રૂપિયાની ચોરીની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. ચાલુ બેંકે જ લોકોની નજર સામે રોકડા રૂ ૧.૯૩ લાખની ચોરી કરી અજાણ્યો ઈસમ ફરાર થઈ ગયો હતો. અજાણ્યો ઈસમ કેશિયરની કેબિનમાં ઘુસી પૈસા ચોરી ગયો હતો. લોકોની હાજરીમા માસ્કધારી ચોર હાથ ફેરો કરી જતાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Surat : પ્રેમીએ પરાણે શારીરિક સંબંધો બાંધીને સગીરાને બનાવી દીધી ગર્ભવતી ને પછી તો.....
સુરતઃ સુરતમાં ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવકે દુષ્કર્મ આચરતાં 16 વર્ષની સગીરા ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. સોસાયટીમાં જ રહેતા યુવકે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી શિયળ લૂંટ્યું હતું. પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, તેના જ વિસ્તારમાં રહેતા યુવક અને 16 વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર ફ્રન્ડ બન્યા હતા. તેમજ આ પછી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગીરાને લલચાવીને પ્રેમીએ ચારેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સંબંધોને કારણે સગીરાને ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો હતો.
ગર્ભ રહી જતાં સગીરા ડરી ગઈ હતી અને પરિવારને જાણ કરી હતી. પરિવારને જાણ થતાં યુવક સામે પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.