શોધખોળ કરો

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી આવી વિવાદમાં! મળતીયાઓને જ વગર મેરિટે પ્રોફેસર બનાવી દેવામાં આવ્યા હોવાનો લાગ્યો આરોપ

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત ભરતી પ્રક્રિયાને લઈને વિવાદમાં આવી છે. મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનમાં લાગતા વળગતાની ભરતી કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એક વખત ભરતી પ્રક્રિયાને લઈને વિવાદમાં આવી છે. મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનમાં લાગતા વળગતાની ભરતી કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોટાભાગની બેઠકો પર માત્ર એક-એક જ ઉમેદવાર બોલાવી તેને સિલેક્ટ કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. જોકે લખનૌની ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેકલ્ટીના હેડ હરિશંકર સિંઘે પણ ગંભીર આરોપ લગાવ્યો હતો કે, મેરીટ આધારે પસંદગી કરીશ તેવું કહેતા તેમને ભરતી પ્રક્રિયામાં બોલાવવામાં જ ન આવ્યા. જે શંકા ઉપજાવી રહ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાયમી પ્રોફેસરો, આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી હોઈ કે કરાર આધારિત અધ્યાપકો ભરતી હોઈ દરેક ભરતીમાં વિવાદો થતા આવ્યા છે. આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 6 ભવનોમાં પ્રોફેસર અને આસી.પ્રોફેસરોની ભરતી કરવાનું નક્કી કર્યું. જોકે ત્રણ ભવનની ભરતી પ્રક્રિયા ટેક્નિકલ કારણોસર અટકાવી દેવામાં આવી. જ્યારે મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનમાં ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હતા. ગઈકાલે મેથેમેટિક્સ, એજ્યુકેશન અને હિન્દી ભવનના ઇન્ટરવ્યૂમાં સ્કૃટીની કરી માત્ર એક -એક જ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા. 

જોકે આ ભરતી પ્રક્રિયા ગુપ્તરાહે પૂર્ણ કરી દેવામાં આવી. 2019માં જાહેર કરવામાં આવેલી ભરતી હવે 2023માં કરતા વિવાદ શરૂ થયો છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં કોંગ્રેસ નેતા નિદત બારોટના બહેન શ્રદ્ધા બારોટનું ઈન્ટરવ્યુ લઈ પસંદગી કરવામાં આવી. જોકે શ્રદ્ધા બારોટ અનુભવમાં ગેર લાયક છે તેવું એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના હેડ ભરત રામનુજે લેખિતમાં આપ્યું છે. એટલું જ નહીં રી-સ્ક્રુટીની સમયે પણ ડો. કમલ મહેતા અને શૈલેષ પરમારે ગેર લાયક હોવાનું કહ્યું હતું. પરંતુ કોંગ્રેસના સિન્ડિકેટ સભ્ય  ડો.ધરમ કાંબલીયા અને ડો. હરદેવસિંહ જાડેજાએ પસંદગી પ્રક્રિયામાં સહમતી દર્શાવી હતી. જોકે પાછળ થી ડો. સંજય ભાયાણી હાજર ન હોવા છતાં કુલપતિ ચેમ્બરમાં જઈને સહી કરી સહમતી દર્શાવી હતી. જેને કારણે શ્રદ્ધા બરોટની પસંદગી કરવામાં આવી. 

આ ભરતી પ્રક્રિયા હવે વિવાદમાં આવતા એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડો. ભરત રામનુજે પસંદગી પ્રક્રિયામાં પણ ગેરલાયક ઠેરવવાની ના પાડી લેખિતમાં યુનિવર્સિટીને જાણ કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે લખનૌની ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટીના એજ્યુકેશન ફેંકલ્ટીના હેડ ડો. હરીશંકર સિંઘે સવાલો ઉઠાવ્યા છે. તેમને ટેલિફોનિક ભરતી પ્રક્રિયામાં આવવા જાણ કરવામાં આવી હતી પરંતુ કુલપતિ અને બોર્ડ જેની પસંદગી કરવાનું કહે તેની પસંદગીમાં સહમત થવા જણાવ્યું હતું.  ડો. હરી શંકર સિંઘે મેરીટ આધારે જ પસંદગી કરીશ તેવો જવાબ આપતા તેને ભરતી પ્રક્રિયામાં સામેલ જ કરવામાં આવ્યા નહિ. 

તો બીજી તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો.એચ.પી. રૂપારેલીયાએ સ્વીકાર્યું હતું કે, 2017માં આ ભરતી બહાર પાડવામાં આવી હતી. સરકારે EWS અનામત આપવાની જાહેરાત કરતા 2019માં ફરી આ જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 2019 પછી કોરોના મહામારી અને વિધાનસભાની ચૂંટણીને કારણે ભરતી પ્રક્રિયા કરી શક્યા નહોતા. જોકે હવે તે પ્રક્રિયા કરવામાં આવી છે. જેના માટે આ વખતે રાજ્ય બહારની યુનિવર્સિટીઓમાંથી કમિટીના સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. જેમાં કોઈ વિવાદ થયો હોય તેવું સામે આવ્યું નથી. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રોફેસરોની ભરતી પ્રક્રિયામાં વિવાદ સર્જાયો તે કોઇ નવી વાત નથી. પરંતુ નિયમોનું પાલન કરવામાં આવતું નથી તે પણ વાસ્તવિકતા છે. પારદર્શકતાની વાતો કરતા યુનિવર્સિટીના સત્તાધીશોએ જે નિર્ણયો કર્યા તે ભૂલી ગયા છે કે ગુજરાતમાં યુનિવર્સિટી કોમન એક્ટ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ભરતી પ્રક્રિયા માટે સરકારની મંજૂરી લેવાની રહેતી હોય છે. જેની કમિટીમાં સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યો જરૂરી છે પરંતુ આ ભરતી પ્રક્રિયામાં સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યોની ગેરહાજરીમાં માત્ર કોંગ્રેસના સભ્યોને સાથે રાખીને કુલપતિએ ઈન્ટરવ્યુ પૂર્ણ કરી પસંદગી કરી દીધી. ત્યારે શું સરકાર આ ભરતી પ્રક્રિયા રોકે છે કે નહીં તે જોવું રહ્યું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget