શોધખોળ કરો
Advertisement
કોરોના મુક્ત થયેલ આ જિલ્લામાં ફરી થઈ કોરોનાની એન્ટ્રી, વૃદ્ધાને લાગ્યો ચેપ
મોરબી જિલ્લાની વાત કરીએ તો અત્યારે સુધીમાં કુલ 1648 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 3 પોઝિટિવ કેસ આવ્યા છે.
મોરબીઃ કોરોનામુક્ત થયેલ મોરબી માટે ફરી ચિંતાના સમાચાર સામે આવ્યા છે. મોરબી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે જ મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 3 થઈ ગઈ છે. આ પહેલા 2 કેસ આવ્યા હતા જે બન્ને સાજા થઈને ઘરે ગયા હતા.
મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ સોમૈયા સોસાયટીના રવિ પાર્કમાં રહેતા વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વૃદ્ધા 18 મેના રોજ મોરબી આવ્યા હતા. નોંધનયી છે કે, મોરબીનો રવિપાર્ક વિસ્તાર કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અહીં 2 ફ્લેટ અને 10 મકાનના અંદાજે 123 લોકોને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા છે.
મોરબીમાં વધુ એક કેસ આવતા તંત્ર દોડતું થયું છે. આરોગ્યની 10 જેટલી ટીમ દ્વારા આજથી તમામનું સર્વેક્ષણનું કામ શરૂ કરવામાં આવશે.
મોરબી જિલ્લાની વાત કરીએ તો અત્યારે સુધીમાં કુલ 1648 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 3 પોઝિટિવ કેસ આવ્યા છે. જ્યારે 2 લોકો રિકવર થઈને ઘરે ગયા છે. સારી વાત એ છે કે જિલ્લામાં એક પણ વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું નથી. મોરબીમાં હાલમાં કુલ 1980 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement