Arvind Kejriwal Gujarat visit: રાજકોટમાં ગરબાના આયોજનમાં CM કેજરીવાલે આપી હાજરી
Arvind Kejriwal Gujarat visit: રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિના દાડીયા સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે કડવા પાટીદાર આયોજિત ક્લબ યુવીમાં હાજરી આપી છે.
Arvind Kejriwal Gujarat visit: રાજકોટમાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાજનીતિના દાડીયા સામે આવ્યા છે. અરવિંદ કેજરીવાલે કડવા પાટીદાર આયોજિત ક્લબ યુવીમાં હાજરી આપી છે. આ ઉપરાંત રાજકોટમાં ખોડલધામના દાડિયારાસમાં પણ હાજરી આપી હતી. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા પણ પાટીદારોનો સાથે લેવા માટેના પ્રયાસ જોવા મળી રહ્યા છે. કડવા પાટીદાર સમાજના ઉદ્યોગપતિઓ અને સમાજના આગેવાનો દ્વારા વર્ષોથી ક્લબ યુવીનું આયોજન કરવામાં આવે છે.
આજે જૂનાગઢ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સભા સંબોધી હતી. જેમા કેજરીવાલે પોતાના 21 મિનિટના ભાષણ દરમિયાન ચોકાવનારો દાવો કર્યો હતો કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે, તેઓ આઇ.બી. નો રિપોર્ટ આવ્યો છે. આ ઉપરાંત સરકારી શાળાઓનું સ્તર સુધારવાની અને વધુ સારી આરોગ્ય સુવિધા આપવાની વાત પણ તેઓએ જણાવી હતી. કેજરીવાલે જણાવ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો આશા વર્કર બહેનોની પડતર માંગને પૂર્ણ કરાશે. સાથે સાથે માછીમારોની છેલ્લા ઘણા સમયથી સમસ્યા છે તેને પણ પૂર્ણ કરવાનો ભરોસો અરવિંદ કેજરીવાલે વ્યક્ત કર્યો હતો. શહેરની ખલીલ પૂર ચોકડી ખાતે આયોજિત સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
રાજકોટ ખાતે ગરબામાં દિલ્હીના મુખ્યમંત્રીશ્રી અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિ #LIVE https://t.co/Ai4sjZctrn
— AAP Gujarat | Mission2022 (@AAPGujarat) October 1, 2022
સરકારી રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં આપની સરકાર
અરવિંદ કેજરીવાલ અને ભગવત માને કચ્છથી બે દિવસના પ્રવાસની શરૂઆત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગાંધીધામ જાહેરસભામાં હાજરી આપી હતી. સભામાં જનભેદના ઉમટી પડી હતી. અરવિંદ કેજરીવાલે ગાંધીધામમાં સભાને સંબોધિત કરતાં ગુજરાતની ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને દર મહિને 5 હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. ભાજપના લોકો મને ખૂબ ગાળો આપે છે. મંત્રીઓને ચાર હજાર યુનિટ વીજળી ફ્રી મળે છે. રોજગારીને લઈ કેજરીવાલે ગુજરાત સરકાર પર નિશાન સાધ્યું હતું.
કેજરીવાલે પોતાના ભાષણની શરૂઆત કચ્છી બોલીથી કરી હતી અને પછી ગુજરાતીમાં કહ્યું કે, મજામાં. તેમણે કહ્યું કે, કોંગ્રેસને મત આપીને પોતાનો વોટ ખરાબ નથી કરવા માંગતા. આ વખતે ઇશ્વરે તમને મોકો આપ્યો છે. એવા મત આપો કે, દિલ્લી અને પંજાબનો પણ રેકોર્ડ તૂટી જાય. એટલી મોટી બહુમતી આપો કે અમે જે વચનો આપ્યા છે, તે તમામ પૂરા કરી શકીએ. તેમણે કચ્છમાં દરેક જિલ્લામાં મોટી હોસ્પિટલ ખોલવાની જાહેરાત કરી હતી તેમજ મફતમાં સારવારની જાહેરાત કરી હતી.
તેમણે એક સર્વેની વાત કરીને દાવો કર્યો કે, એક સરકારી રિપોર્ટ આવ્યો છે. એ રિપોર્ટ પ્રમાણે, ગુજરાતમાં અંદર આપની સરકાર બની રહી છે. મોટી બહુમતીથી સરકાર બની રહી છે. આ રિપોર્ટ આવ્યો ત્યારથી તેઓ પાગલ થઈ ગયા છે. મને માહિતી મળી છે કે, બંને પાર્ટીની સિક્રેટ મીટિંગ ચાલું થઈ ગઈ છે. તેમજ તેઓ આમ આદમી પાર્ટીને રોકવા માંગે છે. ભાજપ કે કોંગ્રેસ ગમે તે આવે પણ આમ આદમી પાર્ટીની સરકાર ન બનવી જોઇએ.