Rajkot : ભાજપના નેતાએ વીડિયો કોલ રિસીવ કરતાં જ યુવતી ઉતારવા લાગી કપડા ને પછી.......
ગત 27મી માર્ચે સવારે એક યુવતીના ફેસબૂક એકાઉન્ટમાંથી વારંવાર વીડિયો કોલ આવી રહ્યો હતો. વારંવાર વીડિયો કોલ આવતાં નેતાએ કોલ રિસીવ કર્યો હતો. કોલ રિસીવ કરતાંની સાથે જ કોલ કરનાર યુવતીએ પોતાના કપડા ઉતારવાના ચાલું કરી દીધા હતા. આ પછી વીડિયો કોલ કરનારે ફરી નેતાને ફોન કરીને વીડિયોનું રેકોર્ડિંગ થઈ ગયું હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી હતી. તેમજ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા માંગી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
રાજકોટઃ રાજકોટ ભાજપના નેતા(Rajkot BJP leader)એ સાઇબર ક્રાઇમ(cyber crime)માં ફરિયાદ કરી છે કે, અજાણી યુવતીએ વીડિયો કોલ(video call) મારફત તેમને બ્લેકમેલિંગ(blackmail) કરી રહી છે. સાઇબર ક્રાઇમને કરેલી અરજીમાં ભાજપના નેતાએ જણાવ્યું છે કે, ગત 27મી માર્ચે સવારે એક યુવતીના ફેસબૂક એકાઉન્ટમાંથી વારંવાર વીડિયો કોલ આવી રહ્યો હતો.
વારંવાર વીડિયો કોલ આવતાં નેતાએ કોલ રિસીવ કર્યો હતો. કોલ રિસીવ કરતાંની સાથે જ કોલ કરનાર યુવતીએ પોતાના કપડા ઉતારવાના ચાલું કરી દીધા હતા. આ પછી વીડિયો કોલ કરનારે ફરી નેતાને ફોન કરીને વીડિયોનું રેકોર્ડિંગ થઈ ગયું હોવાનું જણાવી કેસ કરવાની ધમકી આપી હતી. તેમજ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી પૈસા માંગી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ભાજપના નેતાના ફોટામાં એડિટિંગ કરી ફોટો અલલોડ કરી પૈસાની માંગ કરી હતી. યુવતીના એકાઉન્ટમાં પૈસા નાંખવા ધમકી આપી હતી. અલગ અલગ મોબાઇલ નંબરથી ફોન કોલ કરી નેતાને ધમકીઓ પણ આપી હતી. સાયબર ક્રાઇમ પોલીસ મથક દ્વારા બ્લેકમેઈલિંગ કરતી ટોળકીની શોધખોળ કરવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, અગાઉ પણ આ પ્રકારની અમુક અરજી આવી છે. પોલીસ દ્વારા આ ટોળકી સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કોલ ડીટેલ સીડીઆર વેસ્ટ બેંગાલનો હોય છે તો કાર્ડનું લોકેશન યુપી તરફનું હોય છે. કાર્ડ પણ બીજાના નામે હોય છે, જેથી આવા કોલ કરનાર સુધી પહોંચવું ખૂબ મુશ્કેલ બની જતું હોય છે.
Rajkot: ક્રાઇમ બ્રાન્ચે બોગસ વેબસાઈટ અને કોલસેન્ટરનો પર્દાફાશ કર્યો, જાણો વિગતો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે (Rajkot crime branch) બોગસ વેબસાઈટ (Website) અને કોલસેન્ટર (Call center)નો પર્દાફાશ કર્યો છે. પોલીસે (Rajkot Police) 6 શખ્સોની અટકાયત કરી છે. બોગસ તાલીમ કેન્દ્ર પર પર રાજકોટ પોલીસ(Rajkot Police)ના દરોડા પાડ્યા હતા. ઝડપાયેલા શખ્શો નોકરી વાંચ્છુંકોને રેલવેમાં નોકરી (Railway job) આપવાની લાલચ આપી છેતરપીંડી કરતા હતા.
ધોરણ 12 પાસ યુવકોને નોકરી અપાવવાની લાલચ આપી તેમની પાસેથી 15 લાખ રૂપિયા પડાવતા હોવાનો ખુલાસો થયો છે. રાજકોટ(Rajkot)ની આલાપ બી બિલ્ડિંગમાં 506 નંબરની ઓફિસમાં શૈલેષ દલસાણીયા નોકરી આપવા માટે ઓફિસ ચલાવતો હતો. રાજકોટ ક્રાઈમ બ્રાંચે (Rajkot crime branch)બોગસ તાલીમ કેન્દ્ર પર દરોડા પાડ્યા, જ્યાંથી પોલીસે કોમ્પ્યુટર, રેલવે અને બેંકના બોગસ સિક્કા, મોબાઈલ ફોન સહિત 92 હજાર રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓ દ્વારા ઓનલાઇન બોગસ બનાવટી રેલ્વે ભરતી કંટ્રોલ બોર્ડની www.rrb.govrusults.org.in સાઇટ બનાવી તેમા ઓરીજનલ વેબસાઇટનો ડેટા કોપી કરી તેના હોમ પેજમા RUSULTS ઉપર કલીક કરવાથી ઓપન થતા પેઇજમા ઉમેદવારને આપેલ રોલનંબર નાખવાથી તેનું RUSULTS દશાર્વે છે. જેથી ઉમેદવાર યુવાનો તથા તેના પરિવારના સભ્યોને ખરેખર રેલ્વેમાજ નોકરી મળેલ છે તેવો આભાષ તેમજ વિશ્વાસ ઉભો થાય છે તેમજ બેરોજગાર યુવાનોને રેલ્વેમાં વર્ગ-3 ક્લાર્કની નોકરી માટેના બનાવટી કોલલેટર, ટ્રેનિંગ, ઓર્ડરસ રેલ્વેમા નોકરીના આઇ.ડી. કાર્ડ, પે સ્લીપ બનાવી આપવામા આવતી હતી.
આરોપીઓ દ્વારા ઉમેદવારોને વિશ્વાસમા લેવા માટે પ્રથમ તેઓનુ ઇન્ટરવ્યુ લેવામા આવતું અને બાદ તેને નોકરી મળી ગયેલ છે તે અંગે આરોપીઓએ બનાવેલ બોગસ વેબસાઇટમા તેનુ રીઝલ્ટ મુકવામા આવતું અને બાદ ઉમેદવારોને તેમનુ નોકરી માટે મેડીકલ તપાસ કરાવવી જરૂરી છે તેમ જણાવી ઉમેદવારોને ખરેખર વિશ્વાસ થાય તે માટે લખનઉ રેલ્વે હોસ્પીટલ ખાતે ઉમેદવારોને એકપછી એક લઇ જઇ અને ત્યા હોસ્પીટલ ખાતે લઇ જઇ અને પ્રોસેસ થઇ ગયેલ તેમ કહેવામાં આવતું.